કોંગ્રેસના આગેવાનો નિવૃત્ત કર્મચારીઓ દાહોદ ભાજપા જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયારના હસ્તે કેસરીયો ધારણ કર્યો.


સમગ્ર ભારતમાં નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં વિકાસ થઇ રહ્યો છે ત્યારે કોરોનાના આ સમયમાં સરકારે ગરીબ જનતા માટે કરેલા કાર્યો તેમજ ફતેપુરા વિસ્તારમાં થયેલા વિકાસ થી પ્રેરિત થઈને આજ રોજ કોંગ્રેસના અસંખ્ય આગેવાનો , સરપંચો ડેપ્યુટી સરપંચો , નિવૃત્ત કર્મચારીઓ ભાજપમાં જોડાયા હતા.

આજે તારીખ 25 જુલાઇના રોજ ફતેપુરા તાલુકાના કરમેલ ગામે જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર ની આગેવાનીમાં અને ધારાસભ્ય રમેશભાઈ કટારા તેમજ જીલ્લા મહામંત્રી નરેન્દ્રભાઇ સીની,ફતેપુરા તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભાવેશ પટેલ, દાહોદ જિલ્લા ભાજપા યુવા મોરચાના પ્રમુખ મોહિત ડામોર ની ઉપસ્થિતિમાં સરસવા સરપંચ તેરસિંગભાઈ કિશોરી ,મારગાળા સરપંચ નીરૂબેન બારીયા , કરમેલના પારસીંગભાઈ પારગી ( એપીએમસી વાઇસ ચેરમેન ) તેમજ નિવૃત્ત કર્મચારી વાલજીભાઈ ગજાભાઈ પારગી ના નેતૃત્વમાં 11 કર્મચારીઓ તેમજ અસંખ્ય કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસને રામ રામ કરી જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયારના હસ્તે કેસરીયો ધારણ કરી ભાજપમાં જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ફતેપુરા ભાજપની તમામ જિલ્લા પંચાયત સીટો ભાજપે કબજે કરી છે તેમજ તાલુકા પંચાયતમાં પણ ૨૮માંથી ૨૩ તાલુકા પંચાયત ભાજપે મેળવી છે ત્યારે આગામી સમયમાં સમગ્ર ફતેપુરા તાલુકો ભાજપમય બની જશે તેવું વર્તાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page