નડિયાદ થી અમદાવાદ જતી ગુજરાત એસટી બસને ખાત્રજ ચોકડી નજીક વરસોલા પાસે ગાઢ ધુમ્મસના કારણે બસ પલટી ગઈ હતી. સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈ પણ જાનહાની નહીં થતાં રાહત અનુભવાયો હતો. જો કે, આ ઘટના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. અને બસમાં સવાર લોકોને સહી સલામત બહાર નીકાળવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારથી અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં ધુમ્મસ ભર્યુ વાતાવરણ સર્જાતા રોડ પર વિઝીબીલીટ ઘટી જવા પામી હતી. જેને લઈને નડિયાદ થી અમદાવાદ તરફ જઈ રહેલી એસટી બસ વરસોલા પાસે બસ પલટી ગઈ હતી. જેમાં બસમાં ડ્રાઈવર કંડકટર સહિત 38 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતાં. જો કે, સદનસીબે આ અકસ્માતમાં કોઈને પણ જાનહાની કે ગંભીર રીતે ઇજાગ્રસ્તના થઈ ન હતી. આ ઘટનાની જાણ ઈમરજન્સી સેવા 108ને કોલ કરતાં તાડતોબ ઘટના સ્થળે પહોંચી સામાન્ય ઈજાગ્રસ્તોને સારવાર આપી હતી.
અહેવાલ: પંકજ જોષી