Mon. Oct 7th, 2024

નવસારી : શહેરમાં 500થી વધુ ઇમારતો જોખમી, પાલિકા દ્વારા 400 ઇમારતોને હટાવવા નોટિસ અપાઇ

નવસારી : નવસારી-વિજલપોર પાલિકામાં 500થી વધુ ઈમારત જર્જરિત અવસ્થામાં છે. જેથી, આ ભયજનક ઈમારતો રાહદારીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. અગાઉ પણ જર્જરિત ઈમારત પડતા લોકો ઘાયલ થયા છે. નવસારી પાલિકા તંત્રએ ચાલુ વર્ષો ચોમાસા પૂર્વે 400થી વધુ ઈમારતોને નોટિસ પાઠવી છે.

જે પૈકી 34 ઈમારતોના જર્જરિત ભાગ દૂર કરાયા છે. અને 119 ઈમારતોનું રિવોનેશન શરૂ થયું છે. જે મકાન માલિકો હાજર નથી. તેમના કનેક્શન કાપી તંત્રએ કડક કાર્યવાહી કરી છે. હાલ જયારે ચોમાસાનો માહોલ છે. ત્યારે આવી જોખમી ઇમારતોમાં રહેતા રહીશો પર જોખમ મંડરાયેલું છે. ત્યારે પાલિકા દ્વારા સાવધાનીરૂપે કાર્યવાહી કરવી જરૂરી બની છે. નહીંતર કોઇ મોટી દુર્ઘટના સર્જાય તો નવાઇ નહીં.

Related Post

Verified by MonsterInsights