Wed. Dec 4th, 2024

નવા બંગલા માટે અજય દેવગણે કરોડો રૂપિયાની લોન લીધી? અહેવાલમાં દાવો કરાયો

કોરોના રોગચાળામાં પણ ઘણા બોલિવૂડ સેલેબ્સે લક્ઝૂરિયસ સંપત્તિ ખરીદી છે. જ્યારે અજય દેવગને કરોડો રૂપિયાના મકાનની ખરીદી પણ કરી છે. તાજેતરના સમાચાર મુજબ, અજયે મુંબઈના જુહુ વિસ્તારમાં બંગલો ખરીદ્યો છે, હવે આ બંગલા સાથે મોટો સમાચાર આવી રહ્યો છે.

એક અહેવાલ મુજબ, અજયે મુંબઈના જુહુ વિસ્તારમાં આશરે 47 કરોડમાં બંગલો ખરીદ્યો છે. આ બંગલો તેના ઘરની શિવશક્તિની નજીક છે. અજયનો બંગલો 474.4 ચોરસ મીટરમાં ફેલાયેલો છે.

અભિનેતાએ આ ઘર ખરીદવા માટે લોન લીધી છે. અહેવાલો અનુસાર અભિનેતાએ 18.75 કરોડ રૂપિયાની લોન લીધી છે. જો કે, વેબસાઇટ કે જેણે અહેવાલ પ્રકાશિત કર્યો છે, તેને સત્તાવાર રીતે મોહર લગાવી નથી.

રિપોર્ટ અનુસાર નવેમ્બર-ડિસેમ્બરમાં ઘરનો સોદો કરવામાં આવ્યો હતો અને બંગલો કપોલ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં છે. અજય પહેલા, ભાવેશ બાલકૃષ્ણ વાલિયા નામના વ્યક્તિની માલિકીનો હતો. જો કે હાલમાં અજય દેવગણ અને તેમનો પરિવાર શિવ શક્તિ બંગલામાં રહે છે.

Related Post

Verified by MonsterInsights