નવી દિલ્હી : નીરજ ચૌધરી જ્યારે માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે કાઠમાંડુ પહોંચ્યા તો તે દિવસે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, સાત સપ્તાહની અંદર તે સાજા થઇને ફરીથી માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે કાઠમાંડુ પહોંચી ગયા હતાં. આ વખતે તેઓ માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં સફળ થયા. તેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યા પછી તિરંગાની સાથે આઇઆઇટીનો ધ્વજ પણ લહેરાવ્યો હતો.
જ્યારે દેશ કોરોનાની બીજી તરંગ સામે લડી રહ્યો હતો ત્યારે નિરજ ચૌધરીના પરિવારજનો રાજસૃથાનમાં ચૌધરીના ફોન કોલની રાહ જોતા હતાં. 37 વર્ષીય ચૌધરીએ ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનાલોજી(આઇઆઇટી), દિલ્હીમાં વર્ષ 2009-11 દરમિયાન એનવાયરોમેન્ટલ એન્ડ મેનેજમેન્ટમાં એમટેકની પદવી મેળવી હતી.
તેઓ હાલમાં રાજસૃથાન સરકારના જળ સંશાધન વિભાગમાં કાર્યરત છે. ચૌધરીએ 2014માં પર્વતારોહણ શરૂ કર્યુ હતું. વર્ષ 2020માં ચૌધરીની ઇન્ડિયન માઉન્ટેરિંગ ફાઉન્ડેશન(આઇએમએફ) એવરેસ્ટ એક્સપેડિશનના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ખેલ મંત્રાલયઅને યુવા બાબતો હેઠળ નિમણૂક કરવામાં આવી હતી.
જોકે આ પ્રવાસ કોરોના રોગચાળાને કારણે રદ કરવામાં આવ્યો હતો. આ વર્ષે પણ ભારે અનિશ્ચિતતા વચ્ચે, ચૌધરી પોતાની ટીમ સાથે ચડાઇ માટે કાઠમંડુ પહોંચ્યા હતા. જો કે ચડાઇ શરૂ કરતા પહેલા તમામ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. ચૌધરીએ કહ્યું કે, મારો ટેસ્ટ પોઝિટીવ આવતા મારે જયપુર પરત ફરવુ પડયું હતું.