દિલ્હી પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરનારા રાજસ્થાના પોખરણમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે.
આ વ્યક્તિની ઓળખ 48 વર્ષીય હબીબ ખાન તરીકે થઈ છે, અને તે રાજસ્થાનના બીકાનેરનો રહેવાસી હોવાનુ જાણવા મળ્યુ છે.તેના પર પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ પર જાસૂસી કરવાની સાથે સાથે ભારતીય સેનાના ગુપ્ત દસ્તાવેજો પૂરા પાડવાનો પણ આરોપ અને તેણે પોખરણમાં તૈનાત સેનાના એક ઓફિસ પાસેથી ગુપ્ત દસ્તાવેજો મેળવ્યા હતા.
આ મામલામાં સેનાના અન્ય કર્મચારીઓની પણ મિલિભગત સામે આવે તેવી સંભાવના છે. દિલ્લી પોલીસના જણાવ્યા મુજબ, હબીબખાન પોખરણમાં રહેતો હતો અને ભારતીય સેનાને શાકભાજી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ તેની પાસે હતો. જેના લીધે સેનાના રસોડા સુધી તેની પહોંચ હતી.
જો કે સેનાને તેના પર શંકા ગઈ હતી અને એ પછી પોલીસે તપાસ શરુ કરી હતી. પોખરણ જઈને દિલ્હી પોલીસે તેની અટકાયત કરી હતી.હબીબ ખાનની પૂછપરછમાં જાસૂસીનો મોટુ રેકેટ પકડાશે અને અન્ય લોકોની ધરપકડ કરવામાં આવે તેવી સંભાવના છે.