અમદાવાદની ખાનગી કંપનીને નિયમને નેવે મૂકી બાંધકામ માટે NOC આપવાના મામલે CBI એક્શનમાં આવી છે. આ મામલે પુરાતત્વ ખાતાના અધિકારીઓ અને ખાનગી કંપનીના સંચાલકો સહિત 9 સ્થળો પર CBIના દરોડા પાડયા છે.

જેમાં અમદાવાદ, વડોદરા, મધ્યપ્રદેશ, નવી દિલ્હી અને કર્ણાટકમાં રેડ પાડવામાં આવી છે. આ સામુહિક દરોડા દરમિયાન 26.75 લાખની રોકડ રકમ ચાંદીની ઈંટો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


CBI એ તપાસ કરી રહી છે કે ખાનગી કંપનીને કેવી રીતે NOC આપી. જ્યારે બીજી તરફ CBIએ પુરાતત્વ ખાતાના 4 અધિકારીઓ સહિત 6 સામે FIR દાખલ કરી તપાસ આરંભી છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights