Wed. Jan 22nd, 2025

નીતિ આયોગ / કોરોના રસી બંને ડોઝ લીધા પછી મૃત્યુનું જોખમ 98% ઘટે છે

ચંડીગઢની સંશોધન સંસ્થા દ્વારા કરાયેલા સર્વેના આધારે, નીતિ આયોગના સભ્ય ડો. વી. કે. પોલ જણાવે છે કે કોરોના રસીના બંને ડોઝ લીધા પછી 98% કોરોનાનું સંક્રમણ ઘટી જાય છે. સરકારે પંજાબમાં પોલીસ કર્મચારીઓ પર હાથ ધરવામાં આવેલા અભ્યાસ પર અહેવાલ આપ્યો છે. પંજાબ સરકારે અને ચંદીગઢની વેટરનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચની અનુસ્નાતક સંસ્થા સાથે મળીને આ અભ્યાસ કર્યો હતો.

ચંદીગઢ સંશોધન સંસ્થાએ કરેલ સર્વના આંકડાની વાત કરવામાં આવે તો, પંજાબના 4,868 પોલીસ કર્મીઓએ વેક્સિન લીધી નહોતી, જેમાંથી 15 પોલીસ કર્મીઓના કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હતા છે. જ્યારે 42,720 પોલીસ કર્મીઓએ બંને ડોઝ લીધા હતા, જેમાંથી 2 કર્મચારીઓના કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હતા.

આથી, સર્વના આધારે નિતિ આયોગના સભ્ય ડો.વી. કે. પૌલે નિવેદન આપ્યું કે, કોરોના રસીનો પ્રથમ ડોઝ મુત્યુ સામે 92% રક્ષણ મેળવી શકાય છે.

અગત્યનું, હાલમાં કોરોના સંક્રમણને રોકવા માટેના એકમાત્ર રામબાણ ઉપાયની રસી માનવામાં આવે છે. 21 જૂનથી સરકાર સ્થળ પર નોંધણી કરાવી રસી આપવાની કવાયત પણ કરી રહી છે. ત્યારબાદ આ બધાના આધારે રસી પણ વેગ મળશે.

Related Post

Verified by MonsterInsights