નુકસાની ભોગવી રહેલ ખેડૂતો માટે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત,મહત્વનો ફાયદો થશે..

329 Views

ગુજરાત રાજ્યમાં ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો હતો.જેના કારણે સર્વત્ર જળબમ્બા કારની સ્થિતિ જોવા મળી હતી.જેથી નદીઓમાં ઘોડા પુર આવ્યા હતા.અને ગણા લોકોના ઘરોમાં પાણી ફળી વળ્યા હતા.ભારે વરસાદને કારણે રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યા હતા.અતિ ભારે વરસાદ અને પવનને કારણે કેટલા ક ઘરોને પણ નુકશાન પોહચ્યું હતું.ગણા ખેતરો પણ પાણીના પૂરથી ધોવાઇ ગયા છે.જે ખેડૂતો માટે ગણી નુકસાન કારક થયું છે.

રાજ્યમાં હવામાન વિભાગે કરીલી આગાહી મુજબ વરસાદ પડ્યો હતો.જે આજ સુધીનો વધારે વરસાદ હતો.વરસાદને પગલે સપ્ટેમ્બર સુધીમાં કુલ 156 ડેમો હાઇએલર્ટ પર મૂકાયા છે, અને આ ડેમોમાં 90 ટકા કરતાં વધુ પાણીનો સંગ્રહ થયો છે.જ્યારે 11 ડેમો એલર્ટ અને 11 ડેમોમાં વોર્નિંગ સિગ્નલ અપાયાં છે.100 ટકા સંપૂર્ણ ડેમો છલકાયા હોય તેવા ડેમોની સંખ્યા 110 પહોંચી છે.

જયારે આજુબાજુના ગામડાઓને પણ એલર્ટ રેહવા કહ્યું છે.અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 120 ટકાથી પણ વધારે વરસાદ નોંધાયો છે.આ વરસાદને પગલે ગણા લોકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.હવે વરસાદનું ઝોર નહીવત થઇ ગયું છે.અતિ ભારે વરસાદને કારણે રાજ્યમાં થયેલા નુકશાન અંગે એક બેઠક યોજાઈ હતી.ગુજરાતમાં આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી.જેમાં કૃષિ મંત્રી અને બીજા કેબીનેટ મંત્રીઓ હાજર હતા.જેમાં ગણા ખેડૂતો માટે કેટલાક નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં અતિવૃષ્ટિનો સામનો કરી રહેલા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ વિશે કૃષિ મંત્રી આરસી ફળદુએ માહિતી આપતા જણાવ્યું કે,રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદથી ખેતીના પાકને જે નુકસાન થયું છે તે અંગે સર્વે કરાશે.તેમની એક રીતે તપાસ કરવામાં આવશે.ખેડૂતોને કેટલું નુકશાન થયું છે.તે અંગે એક રિપોર્ટ બનશે.નુકશાનનું સર્વે આગામી 15 દિવસમાં પૂર્ણ કરાશે.

ખેડૂતો માટે ગુજરાત સરકારે આજે એક જાહેરાત કરી હતી કે જેમાં વરસાદને કારણે ખેડૂતોના પાકના નુકશાનનો સર્વે થશે જેના આધારે રાજ્ય સરકાર વળતર ચૂકવશે.આ નુકશાનમાં પણ એક મર્યાદા મુકવામાં આવી છે.33%થી વધુ નુકસાન સામે જ વળતર ચૂકવાશે.અને આ નુકશાન અતિ ભારે વરસાદથી થયેલું હોવું જોઈએ.

કૃષિ મંત્રી આરસી ફળદુએ જણાવ્યું હતું કે,રાજ્યના ખેડૂતો પોતે મહેનત કરીને તમામ વસ્તુ ઉત્પાદન કરીને રાજ્ય અને દેશની સેવા કરે છે.આ ચોમાસામાં અતિ ભારે વરસાદ પડ્યો છે.જેમાં રાજ્યના કેટલાક એવા પણ વિસ્તાર છે જેમાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડ્યો છે.કૃષિમંત્રી આરસી.ફળદુએ આજે આ વાતને ગંભીરતા પૂર્વક વિચાર કરીને ખેડૂતના પાકને થયેલા નુકશાન સામે સરકાર સહાય આપશે એવી જાહેરાત કરી હતી.

તે ઉપરાંત જણાવ્યું હતું કે, રાજ્યના કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા સરવેની કામગીરી શરૂ કરવાના આદેશો આજે કેબિનેટ બેઠકમાં અપાયો છે.આગામી પંદર દિવસમાં સરવેની કામગીરી પૂર્ણ થશે અને આ થયા બાદ સરકાર તમામ ખેડૂતોને થયેલા નુકશાન સામે સહાયતા કરશે.

આમ ભારે વરસાદને કારણે પક્નેતો નુકશાન સતયુ છે પણ સાથે સાથે ખુસુની વાત એ છે,કે કુવા અને બોરવેલમાં પાણી ભરાયા છે તેમના સ્તરમાં વધારો થયો છે.આગામી શિયાળો તથા ઉનાળુ સીઝન માટે ખેડૂતો આ પાણીનો ભરપૂર ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *