Sat. Nov 2nd, 2024

નુસરત જહાં ની બેબી બંપની સાથે પહેલી તસવીરો સામે આવ્યાં બાદ તેની પ્રેગ્નેન્સીની ખબરની પુષ્ટી થઇ, ખોટી ન હતી પ્રેગ્નેન્સીની ખબર!

નુસરત જહાં ની આ તસવીરો સામે આવ્યાં બાદ તેની પ્રેગ્નેન્સીની ખબરની પુષ્ટી થઇ ગઇ છે. જોકે, નુસરત જહાંએ અત્યાર સુધી આ ખબર પર ચુપ્પી સાધી રાખી છે. વાયરલ થઇ રહેલી આ તસવીરમાં નુસરતની સાથે શ્રાબંતી ચટર્જી નજર આવી રહી છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : TMC સાંસદ અને બંગાળી ફિલ્મોની એક્ટ્રેસ નુસરત જહાં હાલમાં તેની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે. એક્ટ્રેસ પર તેનાં પતિ નિખિલ જૈને ગંભીર આરોપો લગાવ્યાં છે. તો એક્ટ્રેસે પણ તેનાં પતિ પર સવાલો કર્યા છે. એટલે કે, નિખિલ અને નુસરત વચ્ચે કંઇજ ઠીક નથી ચાલી રહ્યું. બંનેનાં લગ્ન તુટવાની કગાર પર છે. હવે એક્ટ્રેસની પ્રેગ્નેન્સીની ખબરો ની વચ્ચે તેની પહેલી તસવીર સામે આવી છે. જેમાં તે બેબી બમ્પ સાથે નજર આવે છે. સોશિયલ મીડિયા પર તેની આ તસવીર ઝડપથી વાયરલ થઇ રહી છે.

નિખિલ અને નુસરતનાં સંબંધોમાં આવેલી તિરાડનું કારણ યશ દાસગુપ્તાને જ ગણવામાં આવી રહ્યો છે. આ મામલે બાંગ્લાદેશની વિવાદાસ્પદ લેખિતા તસલીમા નસરીન (Taslima Nasreen)એ પણ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે નુસરત જહાંને નિખિલ જૈનથી છુટાછેડા લેવાની સલાહ આપી હતી.

નુસરતની આ તસવીર સામે આવ્યાં બાદ તેની પ્રેગ્નેન્સીની ખબરોની પણ પુષ્ટી થઇ ગઇ છે. જોકે, નુસરત જહાંએ અત્યાર સુધીમાં આ ખબરો પર ચુપ્પી સાધી રાખી છે. વાયરલ થઇ રહેલી આ તસવીરમાં નુસરત જહાંની સાથે શ્રાબંતી ચટર્જી પણ નજર આવી રીહ છે. તો એક્ટ્રેસનાં પતિનો દાવો છે કે તેઓ બંને છ મહિનાથી સાથે નથી તો આ બાળક તેનું નથી. નિખિલ જૈન મુજબ ,મહીનાઓથી બંને વચ્ચે કોઇ વાતચીત નથી થઇ. એવામાં નિખિલ જૈન આ વાતથી સ્પષ્ટ ઇન્કાર કરે છે કે, નુસરતનાં પેટમાં બાળક છે તે તેનું છે.

આપને જણાવી દઇએ કે, નુસરતનું નામ બંગાળી ફિલ્મોનાં એક્ટર યશ દાસગુપ્ત સાથે જોડાયાની ખબર પણ સામે આવી હતી. જેમાં એક્ટ્રેસ યશ દાસગુપ્તા સાથે વેકેશન પર ગઇ હોવાનો દાવો કર્યો હતો. પણ ન તો નુસરત જહાં કે ન તો યશ દાસગુપ્તાએ આ ખબરોની પુષ્ટિ કરી છે.

Related Post

Verified by MonsterInsights