નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી આજે રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે. રાહુલ ગાંધી ઈડી ઓફિસ પહોંચ્યા ત્યારે તેમની સાથે બહેન પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના હજારો કાર્યકરો અને નેતાઓ ઉમટી પણ ઉમટી પડ્યા.
કોંગ્રેસ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ઈડી દ્વારા મળેલી નોટિસનો વિરોધ કરી રહી છે. કોંગ્રેસે આજે થઈ રહેલા આ પ્રદર્શનને ‘સત્યાગ્રહ’ નામ આપ્યું છે. ઈડી હાલ રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે. રાહુલ ગાંધી ઈડીના 55 સવાલનો સામનો કરશે. નેશનલ હેરાલ્ડ કેસમાં આ પૂછપરછ ચાલુ છે.
ઈડી ઓફિસમાં ત્રણ ઓફિસરો રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ નેતા અશોક ગેહલોત સહિત કેટલાક નેતાઓ પણ ઈડી ઓફિસ જવા માંગતા હતા. પરંતુ પોલીસે તેની મંજૂરી આપી નહીં. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની અટકાયત કરવામાં આવી છે.
રાહુલ ગાંધી કોંગ્રેસ ઓફિસથી રવાના થઈ હવે ઈડી ઓફિસ પહોંચી ગયા છે. તેમની સાથે પ્રિયંકા ગાંધી પણ છે. તેઓ પગપાળા નીકળ્યા હતા. તેમની સાથે પાર્ટીના સેંકડો કાર્યકરો પણ છે. આ અગાઉ કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. જેમાં અશોક ગેહલોત, ભૂપેશસિંહ બઘેલ પણ સામેલ હતા. પાર્ટી ઓફિસની સુરક્ષા વધારાઈ છે.
રાહુલ ગાંધીનું નિવેદન PMLAની સેક્શન 50 હેઠળ નોંધાશે. ત્રણ ઓફિસર્સ તેમની પૂછપરછ કરશે. જેમાં આસિસ્ટન્ટ ડાઈરેક્ટર રેન્કના ઓફિસર રાહુલ ગાંધીને સવાલ પૂછી શકશે. અન્ય ઓફિસર રાહુલ ગાંધીનું નિવેદન ટાઈપ કરશે.
જ્યારે ડેપ્યુટી ડાઈરેક્ટર રેન્કના ઓફિસર સવાલનું સુપરવિઝન કરશે. ઈડી આવા સવાલ જવાબ પહેલા શપથ લેવડાવે છે કે જે પણ કહેવાશે તે સાચું હશે. રાહુલ ગાંધીને પણ આવી શપથ લેવડાવવામાં આવશે. આ બાજુ ઈડી મુખ્યાલય પાસે જે કોંગ્રેસ કાર્યકરો પ્રદર્શન કરી રહ્યા છે તેમાથી કેટલાકની અટકાયત કરવામાં આવી રહી છે.