ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ના ફેન દુનિયાભરમાં છે. પાકિસ્તાન માં પણ તેના અઢળક ફેન છે, પાકિસ્તાની યુવતીઓ પણ કોહલીની દિવાની છે. આવી જ એક યુવતી છે, રિઝ્લા રેહાન.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ના ફેન દુનિયાભરમાં છે. પાકિસ્તાન માં પણ તેના અઢળક ફેન છે, પાકિસ્તાની યુવતીઓ પણ કોહલીની દિવાની છે. આવી જ એક યુવતી છે, રિઝ્લા રેહાન. મોટે ભાગે લોકો તેને કોહલીની ફેન તરીકે જ જાણે છે, પરંતુ રિઝ્લા વિશે કંઇક અન્ય જાણકારી પણ બતાવીશુ.
વર્ષ 2018 ના એશિયા કપ દરમ્યાન રિઝ્લા રેહાન ચર્ચામાં આવી હતી. તે પાકિસ્તાની ટીમને સપોર્ટ કરી રહી હતી. ત્યાંથી તેનો ફોટો વાયરલ થયો હતો અને બસ ત્યારથી તે રાતો રાત ચર્ચામાં ચમકવા લાગી હતી.
ફરી એક વાર તે ચર્ચાઓમાં છવાઇ વન ડે વિશ્વકપ 2019 ના દરમ્યાન. જ્યાં તેણે એક ઇન્ટરવ્યુ દરમ્યાન વિરાટ કોહલીની જ માંગણી કરી દીધી હતી. તેણે એક મીડિયા ઇન્ટરવ્યુ આપ્યુ હતુ, જેમાં આ વાત રિઝ્લાએ કહી હતી.
રિઝ્લાને મીડિયા ઇન્ટરવ્યુ દરમ્યાન પ્રશ્ન કરાયો હતો કે, ભારત થી કઇ ચીઝ લઇ પાકિસ્તાન ને આપવા ઇચ્છ છે. ત્યારે તેણે કહ્યુ હતુ કે, મને વિરાટ આપી દો, પ્લીઝ મને વિરાટ આપી દો.
રિઝ્લા ક્રિકેટ ફેન હોવા ઉપરાંત તે સમાજ સેવા કાર્ય પાકિસ્તાનમાં કરે છે. તે અનેક બાળકોના માટે નો સહારો છે.
વર્ષ 2018 ના અરસા દરમ્યાન રિઝ્લાએ એક મીડિયાને ઇન્ટરવ્યુ આપ્યુ હતુ. જેમાં તેણે કહ્યુ હતુ કે, તે કચાંચીથી છે, પરંતુ 12 વર્ષથી દુબઇમાં રહે છે. હું દુબઇ અને ઇસ્લામાબાદમાં વધારે સમય વિતાવુ છુ. હું નાનકડી ચેરીટી કરુ છું.
જે હું પાકિસ્તાનમાં બાળકોને વંચિત શિક્ષણ આપવા માટે મદદ કરે છે. તેણે કહ્યુ હતુ કે તેણે કેટલીક બાળકીઓને દત્તક લઇ રાખી છે. જેની તે પુરી દેખભાળ રાખે છે.
તે એક સંસ્થા Deaf Reach ની ગુડવીલ એમ્બેસેડર છે. તેના સિવાય તે સ્પેશિયલ ઓલિંમ્પિક પાકિસ્તાનની પણ મદદ કરે છે.