પાટણ : રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદીઓ, નાળાઓ પણ છલકાઇ છે. તેવામાં ઉપરવાસ અને સિદ્ધપુરમાં ભારે વરસાદને પગલે વરસાદનું પાણી ગ્રામીણ માર્ગો પર ફરી વળ્યા છે.
ભારે વરસાદને કારણે ગ્રામીણ વિસ્તારોમાં કોઝ વે ડૂબી ગયા છે. સિધ્ધપુરના ખાડિયાસણ, ડુંગરીયાસન, રાહતપુરા સહિતના ગામોના માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓ અને તળાવો મીઠા પાણીથી છલકાઈ ગયા છે.