પાટણમાં સમગ્ર શિક્ષા અભિયન કચેરીના બે આઉટ સોર્સિંગના અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. અમદાવાદ ACBએ છટકું ગોઠવીને DPO વિપુલ પટેલ અને ટેકનિકલ રિસર્ચ પર્સન વિનોદ ગોરને ઝડપી લીધા હતા. આ અધિકારીઓએ બાંધકામના પાસ કરેલા ટેન્ડર પૈકી નકકી કરેલી ટકાવારી માગી હતી.
જ્યારે આ લાંચિયાઓ અમદાવાદ ACBના છટકામાં રંગેહાથે ઝડપાઈ ગયા હતા. મહત્વનું છે કે, અધિકારીઓેએ ફરિયાદી પાસેથી બાંધકામના ટેન્ડર પાસ કરેલ ટેન્ડર પૈકી કામની નક્કી કરેલ ટકાવારીની રકમની માંગણી કરી હતી.