પીએમ મોદી રથયાત્રા બાદ ગુજરાતના એક દિવસીય પ્રવાસ પર આવી રહ્યા છે. જેમાં તે બે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ સહિત અનેક પ્રોજેક્ટ્સ લોકાર્પણ કરે તેવી સંભાવના છે. જેમાં પીએમ મોદી ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર બનાવેલ હોટલને ખુલ્લી મૂકશે. તેમજ સાયન્સ સિટી ખાતે તૈયાર કરવામાં આવેલા એક્વિરિયમનું ઉદ્ઘાટન પણ કરી શકે છે. આ લોકાર્પણ વર્ચ્યુયલ રીતે કરવામાં આવી શકે છે, તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ લોકાર્પણ 16 જુલાઇના રોજ થઈ શકે છે. જોકે, આ સંદર્ભે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વહીવટીતંત્રને પણ સરકાર તરફથી બંને પ્રોજેકટને ઝડપથી પૂર્ણ કરવા સુચના આપવામાં આવી છે.