વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુશ કરવાની લ્હાયમાં મહારાષ્ટ્રના પૂણેમાં ભાજપના એક નેતાએ પીએ મોદીનુ મંદિર કેટલાક દિવસ પહેલા બનાવી દીધુ હતુ.જોકે હવે મંદિરમાંથી પીએમ મોદીની પ્રતિમાને હટાવી દેવામાં આવી છે.
જોકે મંદિર બનાવનારા મયૂર મૂંડેએ પ્રતિમા કેમ હટાવી તે જાણી શકાયુ નથી.બીજી તરફ એનસીપી દ્વારા આ મામલામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.એનસીપીના નેતાઓએ કહ્યુ હતુ કે, મંદિર બન્યા બાદ હવે પેટ્રોલ ડિઝલની કિંમતો ઘટશે તેવી આશા જાગી છે.મોંઘવારી પણ ઘટશે અને બધા લોકોના ખાતામાં 15-15 લાખ રુપિયા જમા થશે.અમે અહીંયા આવ્યા હતા અને જોયુ હતુ કે, મંદિરમાંથી પ્રતિમા ગાયબ છે.મોદીનુ મંદિર બનાવવુ એ બૌધ્ધિક રીતે દેવાળુ ફૂંકવાનુ ઉદાહરણ છે.
બીજી તરફ મંદિર બનાવનાર મયુર મૂંડેનુ કહેવુ છે કે, અયોધ્યામાં રામ મંદિર બનાવવા બદલ મેં પીએમ મોદીને આ સન્માન આપ્યુ છે.પીએમ બન્યા બાદ મોદીએ બહુ વિકાસ કાર્યો પણ કર્યા છે.
મૂંડે આ પ્રતિમા જયપુરથી લાવ્યા હતા અને તેમનુ કહેવુ હતુ કે, મંદિર બનાવવાનો વિચાર અયોધ્યામાં મંદિર નિર્માણ અંગે આવેલા ચુકાદા બાદ આવ્યો હતો.