Sat. Oct 5th, 2024

પેટીએમ યૂઝર્સ માટે ખાસ સમાચાર / કંપનીએ શરૂ કરી નવી સુવિધા, હવે 0% વ્યાજ પર મળશે 60,000 સુધીની લોન

નવી દિલ્હી : શું તમે પણ પેટીએમનો ઉપયોગ કરો છો? તો તમારા માટે એક સારા સમાચાર છે. પેટીએમ હવે 60,000 રૂપિયા સુધીની ઇન્સ્ટન્ટ લોન આપે છે. પેટીએમએ તેની બાય નાઉ, પે લેટર સેવા હેઠળ પોસ્ટપેડ મીની લોન્ચ કરી છે. કંપની નાની લોન આપશે. તમને જણાવી દઇએ કે કંપનીએ તેના માટે આદિત્ય બિરલા ફાઇનાન્સ લિમિટેડ સાથે ભાગીદારી કરી છે.

કંપનીના જણાવ્યા મુજબ, નાની ટિકિટ ઇન્સ્ટન્ટ લોન ગ્રાહકોને આ કટોકટીના સમયમાં ફ્લેક્સિબિલિટી આપશે. આ લોન કોરોના વાયરસ રોગચાળા દરમિયાન ઘરેલુ ખર્ચ સંચાલિત કરવા માટે ઉપયોગી થશે. આ લોન વપરાશકર્તાઓને મોબાઇલ અને ડીટીએચ રિચાર્જ, ગેસ સિલિન્ડર બુકિંગ, લાઇટ અને વોટર બિલ જેવા માસિક બીલ ચૂકવવામાં મદદ કરશે.

પોસ્ટપેડ મિની લોન્ચ હોવાની સાથે કંપની 60,000 રૂપિયા સુધીની તત્કાલ ક્રેડિટ સિવાય 250 રૂપિયાથી 1000 રૂપિયા સુધીની લોન પણ ઉપલબ્ધ કરાવશે. ગ્રાહક પેટીએમ પોસ્ટપેડ મીની સાથે પેટીએમ મોલમાંથી ખરીદી પણ કરી શકે છે.

પ્રથમ વખત લોન લેનારાને નવી સુવિધા મળશે

પેટીએમ લેન્ડિંગના સીઈઓ ભાવેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમે પ્રથમ વખત લોન લેનારાઓ માટે નવી સુવિધા શરૂ કરી રહ્યા છીએ. તેના દ્વારા તેનામાં એક નાણાકીય અનુશાસન પણ પેદા થશે. અમે આ પોસ્ટપેડ સુવિધા દ્વારા ઇકોનોમીમાં માંગ વધારવા માટે પણ મોટો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારી નવી પોસ્ટપેડ સેવા વપરાશકર્તાઓને તેમના બિલ અને બાકી રકમ સમયસર ચુકવણી કરવામાં સુવિધા રહેશે.

30 દિવસ સુધી કોઈ વ્યાજ નહીં

કંપની યુઝર્સને આ નવી સર્વિસ હેઠળ શૂન્ય ટકાના વ્યાજ પર લોનની ચુકવણી માટે 30 દિવસની ઓફર કરી રહી છે. તેમાં કોઈ વાર્ષિક ફી અથવા એક્ટીવેશન ચાર્જ પણ નથી. પરંતુ તેણે ફક્ત ન્યૂનતમ સુવિધા ફી ચૂકવવાની રહેશે. પેટીએમ પોસ્ટપેડ સાથે, વપરાશકર્તાઓ દેશભરમાં ઓનલાઇન અને ઓફલાઇન મર્ચન્ટ સ્ટોર્સ પર ચુકવણી કરી શકે છે.

Related Post

Verified by MonsterInsights