Mon. Oct 7th, 2024

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે મુખ્યમંત્રી મહત્વની જાહેરાત કરી શકે છે

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે મહત્વની જાહેરાત કરશે. તેઓ બપોરે 12 વાગ્યે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજશે. જેમાં તેઓ ઇલેક્ટ્રિક વાહન પોલિસીના કાયદાકીય સ્વરૂપને લઈને ઘોષણા કરી શકે છે. ઇલેક્ટ્રિક વાહનોના સંશોધનને વધુ સંશોધન માટે બેટરી રિચાર્જ કરવાથી કઇ રીતે સંશોધનને સરળ બનાવવા તે અંગે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીને લઈને મહત્વપૂર્ણ ઘોષણા કરી શકે છે.

આ ઇંધણ પર હવે વાહનો દોડશે, પેટ્રોલ-ડીઝલ નહીં!

અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવને લઇને ચિંતિત લોકો માટે, કેન્દ્ર સરકાર પણ આગામી 8 થી 10 દિવસમાં મોટો નિર્ણય લે તેવી સંભાવના છે. સરકાર ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનને અનિવાર્ય બનાવવાની વિચારણા કરી રહી છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ વાત કહી હતી, જેમણે કહ્યું હતું કે આ પગલું ખેડૂતોને મદદ કરશે અને દેશના અર્થતંત્રને વેગ આપશે.

નીતિન ગડકરીએ રોટરી જીલ્લા સમ્મેલન 2020-21ના વીડિયો કોન્ફોરન્સ દ્વારા સંબોધિત કરતા જણાવ્યં કે વૈકલ્પિક ઈંધણ ઈથેનોલની કિંમત પ્રતિ લિટર 60-62 રૂપિયા છે. દેશના ઘણાં ભાગોમાં પેટ્રોલની કિંમત 100થી પણ વધુ છે. આ માટે ઇથેનોલનો ઉપયોગ કરવાથી ભારતીયો પ્રતિ લિટર 30 થી 35 રૂપિયા બચશે.

Related Post

Verified by MonsterInsights