ભારતમાં મોટાપાયે ડ્રગ્સ ઘુસાડીને યુવાનોને નશાની લતમાં ચડાવી દેવા ઈન્ટરનેશનલ સ્તરે મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે. ઈન્ડીયન નેવીએ NCBની મદદથી મધ દરિયેથી 2000 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડતા ખળભળાટ મચ્યો છે.

ઈન્ડીન નેવીના પ્રવક્તાએ જણાવ્યું કે મધદરિયે એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, એન્ટી ડ્રગ્સ એજન્સી NCB એ ઈન્ડીયન નેવીની સહાયથી મધદરિયે ઓપરેશન પાર પાડીને 2000 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ એક ખૂબ જ મોટી પાન-ઇન્ડિયા ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ સિન્ડિકેટ ઘણા દેશો સાથે સંકળાયેલી છે. જુદા જુદા રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા છે અને ૨૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ઘણી છોકરીઓ પણ પકડાઈ છે. ડ્રગ્સની રિકવરી માટે NDRF ના ડાઇવર્સને પણ કામે લગાડવામાં આવ્યા છે. ખૂબ જ અનોખી રીતે ડ્રગ્સનો જથ્થો ઘરો સુધી પહોંચી રહ્યો હતો. 2000 કરોડમાં ડ્રગ્સ ઝડપાયા બાદ સવાલ ઉઠવા લાગ્યા છે કે આટલી મોટી ખેપ ક્યાંથી આવી અને કોણે મોકલી. એજન્સીઓ હાલમાં તપાસમાં લાગી છે.

અહેવાલ:પંકજ જોષી

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page