Sat. Dec 14th, 2024

પોરબંદર / ભાદર ડેમના પાણી સમુદ્રમાં જતા અટકાવવા ખેડૂતોની કવાયત, ડેમના બે દરવાજા બંધ કરવાની કામગીરી

પોરબંદર : ભાદરના પાણી સમુદ્રમાં જતા અટકાવવા ખેડૂતોએ ચિકાસા-ભાદર ડેમના બે દરવાજા બંધ કરવા કવાયત હાથ ધરી. ભાદર પુલના દરવાજા પાસે બાવળ અને જાળનો કચરો ફસાઈ ગયો છે. જેથી ભાદર-ચિકાસા ડેમના દરવાજા બંધ કરવા મુશ્કેલ થયા છે.


જો કે, કેટલાક ખેડૂતો જીવના જોખમે કચરો સાફ કરી દરવાજા બંધ કરવાની કામગીરી કરી રહ્યાં છે. ભાદર-ચિકાસા ડેમનું પાણી સમુદ્રમાં વહી જાય તો ખેડૂતોને ખેતીના પાણી માટે વલખા મારવા પડે છે. જો ડેમનું પાણી રોકાય તો જુવાર, ચણા, બાજરીના પાકને ફાયદો મળશે. જેથી ખેડૂતો પાણીના બગાડને રોકવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

Related Post

Verified by MonsterInsights