રાજ કુદ્રાને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. રાજ કુન્દ્રના ફોનને પણ ફોરેન્સિક તપાસ માટે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ પોલીસનુ કહેવુ છે કે, અમારી પાસે રાજ કુન્દ્રા સામે પૂરતા પૂરાવા છે.આ કેસમાં મુંબઈ પોલીસે રેયાન જોન નામના વ્યક્તિની પણ ધરપકડ કરી છે.
રાજ કુન્દ્રા એક વોટસએપ ગ્રૂપમાં પણ સામેલ હતો. જેમાં અશ્લીલ ફિલ્મોના વ્યવસાયને લઈને પણ વાત થતી. આજે વહેલી સવારે પોલીસ રાજ કુન્દ્રાને લઈને મેડિકલ ચેક અપ માટે હોસ્પિટલ પહોંચી હતી અને એ પછી તેને મુંબઈ પોલીસ કમિશનર ઓફિસ લઈ જવાયો હતો. બાદમાં પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો.
મુંબઈ પોલીસ કમિશનરના કહેવા પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચે 2021માં પોર્ન ફિલ્મો બનાવવાના અને તેને અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ કરવા અંગે એક કેસ નોંધ્યો હતો. એ પછી પોલીસે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. રાજ કુન્દ્રા પહેલા આ કેસમાં ચાર લોકોની પણ ધરપકડ કરાઈ હતી. તેમની પૂછપરછના આધારે હવે રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે. પોર્નોગ્રાફિક ફિલ્મો રિલિઝ કરવા માટે હોટશોટ નામની એક એપ બનાવાઈ હતી. આ એપના માલિક રાજ કુન્દ્રા છે. જોકે રાજ કુન્દ્રાએ પોલીસના આરોપોને ફગાવી દીધા છે.