પ્રતિકારાત્મક છબી
પ્રતિકારાત્મક છબી

પ્યાર કી યે અજીબ દાસ્તાં…!!!! ત્રણ સગી બહેનોને થયો એક જ યુવાક સાથે પ્રેમ, અને પછી થયું એવું કે….

0 minutes, 0 seconds Read

ઉત્તર પ્રદેશ: રામપુરમાં પ્રેમનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.ત્રણ સગી બહેનોએ એક જ યુવાનના પ્રેમમા પાગલ થઈ ગઈ હતી. જ્યારે પરિવારને આ વિશે ખબર પડી ત્યારે તેઓએ વિરોધ કર્યો. સંબંધીઓના વિરોધ પર ત્રણેય બહેનો યુવક સાથે ઘરમાંથી ભાગી ગઈ હતી. આ ઘટના બાદ હાલ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.

સમાજના ડરને કારણે પરિવારના સભ્યોએ પોલીસને આ બાબતે જાણ કરી ન હતી અને સંબંધીઓની મદદથી ત્રણેય પુત્રીઓની શોધમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બે પુખ્ત છે જ્યારે એક પુત્રી સગીર છે. આ ઘટના ગામમાં ચર્ચાનો વિષય બની રહી છે.

આ મામલો રામપુર જિલ્લાના અઝીમનગર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યાં ત્રણ બહેનો એક યુવાન સાથે એટલી હદે પ્રેમ કરતી હતી કે તે એક જ યુવાન સાથે ભાગી ગઈ છે. પરિવારના સભ્યો દ્વારા ઘણી શોધખોળ કરવા છતાં ત્રણેયનો પત્તો મળ્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે, આઠ દિવસ થઈ ગયા છે પરંતુ પરિવારે પોલીસને આ અંગે જાણ કરી નથી. જ્યારે મીડિયાએ પોલીસ પાસેથી આ બાબતની માહિતી લીધી ત્યારે તેઓએ કહ્યું કે, આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. પોલીસનું કહેવું છે કે, પરિવારના સભ્યોની ફરિયાદ મળ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

author

Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights