Sat. Dec 7th, 2024

પ્રીપેડ અને પોસ્ટપેડ ટેરિફમાં વધારો થવાના કરાણે જુલાઈથી મોબાઈલ બીલ વધુ મોંધા થશે,

નવીદિલ્હી, – સ્પેક્ટ્રમની હરાજી પુરી થયા બાદ હવે ટેલિકોમ કંપનીઓ રેટ વધારવાની તૈયારી કરી રહી છે. નિષ્ણાંતોના મતે 15 થી 20% રેટ જુલાઈથી વધી શકે છે, જેના કારણે મોબાઈલ ઉપયોગ કરતાઓને ભારણ વધી જશે. ટેલિકોમ કંપનીઓ હેડલાઇન ટેરિફ પણ વધારી શકે છે. સરકારે સ્પેક્ટ્રમની હરાજી માટે રિઝર્વ કિંમત રૂપિયા 96,238 કરોડ રાખી હતી, પરંતુ બીજા જ દિવસે હરાજી પૂરી થતાં સુધીમાં સરકારને માત્ર રૂ. 11,340.78 કરોડની બિડ પ્રાપ્ત થઈ હતી. ત્રણેય ટેલિકોમ કંપનીઓએ માત્ર 141.4 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોબાઈલ ટેરિફમાં વધારો પ્રીપેડ અને પોસ્ટપેડ બંનેમાં જોવા મળી શકે છે. સ્પેકટ્રમ હરાજીમાં કંપનીઓએ 11,340 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. હવે તેઓ ખર્ચ વસૂલવાનું શરૂ કરશે. છેલ્લે ડિસેમ્બર 2021માં ટેરિફમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી કંપનીઓએ માત્ર તેમના બેઝ પેકમાં વધારો કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતી એરટેલ સૌથી પહેલા ટેરિફમાં વધારાની જાહેરાત કરી શકે છે.

એક્સિસ કેપિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગૌરવ મલ્હોત્રાનું કહે છે કે, ટેલિકોમ કંપનીઓના ટેરિફ રેટમાં વધારાની સીધી અસર કંપનીના શેર પર જોવા મળી શકે છે. તેમના મતે ભારતી એરટેલનો શેર આવનારા સમયમાં 1534 રૂપિયાના લક્ષ્યાંકને પાર આપી શકે છે. આવી જ સ્થિતિ રિલાયન્સના શેરમાં પણ જોવા મળી શકે છે. તે ટૂંક સમયમાં રૂ. 3512ના ટાર્ગેટ ભાવને સ્પર્શતો જોવા મળી શકે છે. સરકારે સ્પેક્ટ્રમની હરાજી માટે રિઝર્વ કિંમત રૂપિયા 96,238 કરોડ રાખી હતી, પરંતુ બીજા જ દિવસે હરાજી પૂરી થતાં સુધીમાં સરકારને માત્ર રૂ. 11,340.78 કરોડની બિડ મળી હતી. ત્રણેય ટેલિકોમ કંપનીઓએ માત્ર 141.4 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. મોબાઈલ સ્પેક્ટ્રમની હરાજી મંગળવારથી શરૂ થઈ હતી. બીજા દિવસે બુધવારે જ્યારે હરાજી સવારે 10 વાગ્યે શરૂ થઈ હતી, તેના થોડા કલાકો પછી જ સમાપ્ત થઈ ગઈ હતી. આ બે દિવસીય હરાજીની પ્રક્રિયામાં, ભારતી એરટેલ સ્પેક્ટ્રમ ખરીદવામાં સૌથી આગળ રહી. તેણે કુલ રૂ. 6,856.76 કરોડનું સ્પેક્ટ્રમ ખરીદ્યું હતું. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ રૂ. 973.62 કરોડના સ્પેક્ટ્રમ માટે બિડ કરી હતી. જ્યારે વોડાફોન આઈડિયાએ લગભગ રૂ. 3,510.4 કરોડના સ્પેક્ટ્રમ માટે બિડ કરી છે. એકંદરે, આ સ્પેક્ટ્રમની હરાજીમાંથી કુલ રૂ. 11,340.78 કરોડ સરકાર પાસે આવ્યા છે. સરકારને સ્પેક્ટ્રમની હરાજીમાંથી 96,238 કરોડ રૂપિયા મળવાની અપેક્ષા હતી, પરંતુ તેને માત્ર 12 ટકા જ મળ્યા છે.

Related Post

Verified by MonsterInsights