Tue. Sep 17th, 2024

દાહોદ:ફતેપુરાના ઝેર મહાકાળી મંદિરે ચાલતા વિકાસ કામોની જીલ્લા ભાજપ પ્રમુખે મુલાકાત લઇ સમીક્ષા કરી

દાહોદ:ફતેપુરા તાલુકા ના ઝેર ગામે મહાકાળી મંદિરે ચાલતા વિકાસ કામોની જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયારે મુલાકાત લઇ સમીક્ષા કરી ઝડપ ભેર કામગીરી કરી ડબ્બલ ટ્રેક રસ્તો બનાવી મંદિરનુ નિમાણઁ કરવા કમીટી ના સભ્યો સાથે બેઠક યોજી હતી.


ફતેપુરા તાલુકા ના ઝેર ગામે વષૉ જુનુ પોરાણીક મહાકાળી નું મંદિર આવેલ છે મંદિર સાથે લોકો ની આસ્થા જોડાયેલી છે મહાકાળી માતાજી મંદિર ના વિકાસ માટે ગુજરાત સરકાર ના પ્રવાસ વિભાગ દ્વારા વિકાસ માટે અંદાજીત પંચાસ લાખ જેટલી રકમ ફાળવવામાં આવી છે

મંદિર સુધી પહોચવા માટે ડુંગરો

કાપી નવિન બનાવાતો ડબ્બલ ટ્રેક રસ્તો ડુંગર પર મંદિર નો જીણૉધાર ભક્તો માટે નવિન હોલ મંદિર પરિસર સુધી નવિન પગથયા સહિત વિવિધ ચાલતા વિકાસ કામોની દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારે મુલાકાત લઇ ચાલતા કામોની સમીક્ષા કરી ઝડપ ભેર પુરતો વિકાસ કરવા જીલ્લા પંચાયત ના સભ્ય મુકેશભાઇ ઉફઁ ટીનાભાઇ ,ગામ ના સરપંચ,મંદિર ટ્રસ્ટનાં ચતુરભાઈ પાંડોર સાથે મીટીંગ યોજી કામગીરી પૂર્ણ કરવા તેમજ જરુરી પુરતી મદદ કરવા કહ્યું હતું જીલ્લા ભાજપ પ્રમુખ મહાકાળી માતાજી ના દશઁન કરી મંદિર પરિસરમાં હવન કયુઁ હતું

Related Post

Verified by MonsterInsights