Wed. Jan 22nd, 2025

ફતેપુરામાં ચાર કેન્દ્રોમાં એસ.એસ.સી રીપીટરની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે

આજે તારીખ 19 જુલાઈ 2021 ના રોજ એસએસસી રીપીટર ની પરીક્ષાના બીજા પ્રશ્નપત્ર વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની પરીક્ષા યોજાઇ છે.
જેમાં ફતેપુરા નગરમાં કુલ 4 કેન્દ્રો ફાળવવામાં આવેલ છે
(1) આઈ કે દેસાઇ હાઈસ્કુલ ઉચ્ચતર માધ્યમિક શાળા
(2) આઈ કે દેસાઈ પ્રાથમિક શાળા
(3)કોમલ શિશુવિહાર અને

(4)જાગૃતિ કન્યા વિદ્યાલય

આમ ચાર કેન્દ્રો ખાતે એસએસસી રીપીટર ની પરીક્ષા યોજવામાં આવી છે

જેમાં આઈ કે દેસાઇ હાઈસ્કુલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં કુલ 171 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોધાયેલા છે જેમાં 20 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા.

આઈ કે દેસાઈ પ્રાથમિક શાળામાં કુલ 200 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે જેમાં 30 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

કોમલ શિશુવિહારમાં 122 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે જેમાં 10 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

જાગૃતિ કન્યા વિદ્યાલય માં 169 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે જેમાં 21 ગેરહાજર રહ્યા

આમ ફતેપુરા નગરમા 4 કેન્દ્રોમાં કુલ 662 નોંધાયેલા વિદ્યાર્થીઓ છે જેમાં કુલ 87 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા આમ આજે કુલ 575 વિદ્યાર્થીઓ ફતેપુરા નગરના 4 કેન્દ્રોમાં ધોરણ 10 એસએસસી ના બીજા પ્રશ્નપત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીની આજે પરીક્ષા આપી.આ પરીક્ષા મા વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય સંબંધી કોઈ તકલીફ થાય તો તેના તાત્કાલિક ઉપચાર માટે ફતેપુરા આઈ કે દેસાઇ હાઇસ્કૂલ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આરોગ્ય વિભાગની 7 સભ્યોની ટીમ હાજર રહી હતી.ચારેય કેન્દ્રો પર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા યોજાઇ હતી.આમ આજે તારીખ 19 જુલાઈ 2021 ના રોજ એસ.એસ.સી ના બીજા પ્રશ્નપત્ર ની ફતેપુરા ખાતે 4 પરીક્ષા કેન્દ્રોમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાઇ.

 

Related Post

Verified by MonsterInsights