Thu. Sep 19th, 2024

DAHOD:ફતેપુરા આદિવાસી ટાઈગર સેનાએ દાહોદ કલેક્ટરને સરકારી સસ્તા અનાજની રજૂઆત અને ફરિયાદ કરીનોના ભ્રષ્ટાચાર બાબતે

ફતેપુરા આદિવાસી ટાઈગર સેનાએ સરકારી સસ્તા અનાજની દુકાનોના ભ્રષ્ટાચાર બાબતે કલેકટર દાહોદ ની 22 જુલાઈ ના રોજ મુલાકાત લઈ રજૂઆત અને ફરિયાદ કરી.

4 વખત મામલતદાર ફતેપુરા તથા કલેકટર, જિલ્લા પુરવઠા અધિકારી અને પુરવઠા સચિવ ને લેખીત ફરિયાદ અને અનેક વખત રુબરુ રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં આવતા 22 july ના રોજ કલેકટર દાહોદ ને રુબરુ મળી ફરિયાદ કરી હતી.

આદિવાસી ટાઈગર સેના ના મધ્ય ગુજરાત ના પ્રમુખ શિરીષ બામણીયા, આદિવાસી ટાઈગર સેના ફતેપુરા ના પ્રમુખ મેહુલ તાવિયાડ અને અન્ય સામાજીક કાર્યકરોએ આ બાબતે રજૂઆત કરી ગરીબ આદિવાસી પ્રજાને સરકારી ધારાધોરણ મુજબ રાશન મળે અને એની કોમ્પ્યુટરાઇઝ રિસિપ્ટ આપે તેમ કરવા આદેશ કરવા જણાવ્યું હતું.

આ બાબતે કલેકટરે જણાવ્યુ હતુ કે તપાસ ટીમોની રચના કરી છે અને એનો રિપોર્ટ આવે એટલે તરત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી ખાતરી આપી હતી.

 

 

 

Related Post

Verified by MonsterInsights