ફતેપુરા તાલુકાના  રાવળના વરુણા ગામની મહિલા ગર્ભવતી  હોવાથી પોતાના પિયર વટલી ગઈ હતી. ત્યાં દુખાવો ઉપડતા 108 મારફતે આફવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં  આવ્યા હતાં. જ્યાં પ્રસ્તુતિ દરમિયાન એક દમ મહિલાનું મોત નિપજયું હતું.
   તેમજ પ્રસ્તુતિ  દરમિયાન  અધવચ્ચે  ફસાયેલા નવજાત શિશુનું પણ  સમયસર  નિકાલ ન થતાં તેનુ પણ મોત નીપજયું હતું.આ ઘટનાને લઈને પરિવારજનોએ  હોબાળો મચાવતા પોલિસ ટીમ બોલાવવની  ફરજ પડી  હતી. અને  આખી રાત બંદોબસ્ત રાખવામાં  આવ્યો હતો. ફતેપુરા તાલુકાના રાવળના વરુણા ગામની મકવાણા  બબીતાબેન અરવિંદભાઈ  પોતાના પિયર  વટલી  ગયા હતા. જેઓને ગુરુવારના રોજ પીડા ઉપડતાં 108 એમ્બ્યુલન્સ  દ્વારા  આફ્વા પ્રાથમિક કેન્દ્રમાં લઈ જવાયા હતાં. જ્યરે બપોરના 3.00 વાગ્યેના  અરસામાં પ્રસ્તુતિ દરમિયાન અચાનક કોઈ કારણોસર મહિલાનું મોત નીપજયું હતું. જ્યારે જીવીત નવજાત શિશુને સીઝર કરીને બહાર કાઢવું પડશે આમ મૃતકનાં પરીવાર જનોને જણાવ્યું હતું અને તેમા પરિવાર જનોના નિર્ણયમાં વિલંબ થતાં નવાજાત શિશુનું પણ મોત નીપજયું હતુ. તેમાં પરીવારજનોએ હોબાળો  મચાવ્યો હતો.
 પોલીસ બંદોબસ્તથી સ્થિતિ કાબૂમાં લઈને   મૃતક મહિલાનો પતી મજુરી ખાતર બહાર ગામ ગયો હતો  તેના આવ્યા પછી મહિલા અને શિશુની લાશ અંતિમ સંસ્કાર માટે આપવામાં આવી હતી.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights