ફરી વધ્યા કપાસિયા તેલ અને સિંગતેલના ભાવ

0 minutes, 0 seconds Read

રાજકોટ સિંગતેલના ભાવમાં આ અઠવાડિયામાં ડબે રૂપિયા 40 થી 50 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. સિંગતેલના ડબામાં 150 ના ઘટાડો બાદ ફરી વધારો જોવા મળ્યો છે. તો બીજી તરફ, કપાસિયા તેલના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધારા બાદ કપાસિયા તેલનો ડબો 2100 થી 2450 રૂપિયા થયો છે. તો સિંગતેલનો ભાવ 2600 થી 2750 રૂપિયા થયો છે. ચીને હાજર માલમાં ખરીદી કરતા ડિમાન્ડ નીકળી અને આ કારણે ભાવ વધ્યા છે.


મે મહિના ભાવ ઘટ્યા હતા, હવે ફરી વધ્યા

મે મહિનાના અંતમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. જેથી લોકોને રાહત થઈ હતી. મે મહિનામાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ખાદ્યતેલમા વાયદા બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાયો હતો. જેથી સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો થયો હતો. તો કપાસિયા તેલના ભાવ 30 રૂપિયા ઘટ્યા હતા. સિંગતેલ ડબ્બો 2500થી 2550 થયો હતો. જેના બાદ સતત ભાવ ઘટ્યા હતા. આ પાછળ ચીનની માંગ કારણભૂત છે. સીંગતેલમાં છેલ્લા કેટલાક સમયથી ચાઈના સાથેના વેપાર બંધ હતા.બીજી તરફ ઈમ્પોર્ટ તેલના ભાવ કાબુમાં આવ્યા હતા.તેની સાથે સાથે સીંગતેલના ભાવમાં ધટાડો જોવા મળ્યો હતો.

ચીનને કારણે ડિમાન્ડ વધી અને ભાવ પણ વધ્યા

પરંતુ હવે ચાઈનાએ હાજર માલમાં ખરીદી કરતા ડિમાન્ડ નીકળી અને આ કારણે ભાવ વધ્યા છે. સ્થિર વલણ રહ્યા બાદ ફરી પાછો ભાવમાં વધારો આવતા કપાસિયા તેલનો ભાવ 2100 થી 2450 થયો છે. તો સિંગતેલનો ડબો 2600 થી 2750 રૂપિયા થયો છે. આ ભાવ અલગ અલગ બ્રાન્ડ મુજબ અલગ અલગ છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights