બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. રણબીરે શિવાનો તથા આલિયાએ ઈશાનો રોલ ભજવ્યો છે.

રણબીર પાસે એક શક્તિ છે અને તે આ શક્તિથી દુનિયાને ખરાબ શક્તિઓથી બચાવી શકે છે. ફિલ્મમાં VFX જબરજસ્ત છે. રણબીર-આલિયા ઉપરાંત અમિતાભ બચ્ચન, નાગાર્જુન, મૌની રોય પણ છે. ફિલ્મને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે.

આપને જણાવી દઈએ કે, 2 મિનિટને 51 સેકન્ડના આ ટ્રેલરમાં અનેક સીન્સ રૂંવાડા ઊભા કરી દે તેવા છે. ટ્રેલરની શરૂઆત અમિતાભ બચ્ચનના વોઇસઓવર સાથે છે. તે કહે છે, ‘જલ, વાયુ, અગ્નિ…પ્રાચીન કાલ સે હમારે બીચ કુછ ઐસી શક્તિયાં હૈ, જો અસ્ત્રો સે ભરી હુઈ હૈ. યે કહાની હૈ, ઇન સારે અસ્ત્રો કે દેવતા કી ‘બ્રહ્માસ્ત્ર’ ઔર એક ઐસે નૌવજાન કી જો ઇસ બાત સે અનજાન હૈ કિ વો બ્રહ્માસ્ત્ર કી કિસ્મત કા સિકંદર હૈ.’

ટ્રેલરમાં ફેન્ટેસી સીન ઘણાં જ સારા છે અને તે હોલિવૂડને ટક્કર આપે છે. ચાહકોએ પણ આ સીન્સના વખાણ કર્યાં છે. રણબીર-આલિયાની ગજબની કેમિસ્ટ્રી જોવા મળી છે. મૌની રોયના પાત્રનું નામ જુનૂન છે અને તે નેગેટિવ રોલમાં છે.

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.

You cannot copy content of this page