ફેક ન્યૂઝથી છૂટકારો મેળવવા માટે આ ટૂલ્સ પૂરતા નથી, હવે Google ફેક ન્યૂઝને ઓળખવા માટે નવું ટૂલ જાહેર કરવાનું છે

0 minutes, 7 seconds Read

ઈન્ટરનેટ પર ફેક ન્યૂઝ ઘણું ઝડપથી ફેલાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે મોટી ટેક કંપનીઓ માટે સતત કામ કરી રહી છે. Twitter ફેક ન્યૂઝવાળી પોસ્ટની નીચે મેનિપુલેટેડ મીડિયાનું લેબલ લગાવી દે છે. કંઈક આ પ્રકારનું લેબલ Facebook પણ ખોટા ન્યૂઝની નીચે લગાવી દે છે. ફેક ન્યૂઝથી છૂટકારો મેળવવા માટે આ ટૂલ્સ પૂરતા નથી. હવે Google ફેક ન્યૂઝને ઓળખવા માટે નવું ટૂલ જાહેર કરવાનું છે.

આ ફીચરને અમેરિકામાં આ વર્ષે ફેબ્રુઆરીમાં લાવવામાં આવ્યું હતું. હવે આ મહિનાના અંત સુધી આ ફીચર બધા યુઝર્સ સુધી પહોંચી શકે છે.

1. Google તમને નવી માહિતી પૂરી પાડશે

જો વેબસાઈટને લઈને Wikiepedia પર કોઈ જાણકારી નથી તો Google તમને બીજી ઉપલબ્ધ જાણકારી આપશે. ઉદાહરણ તરીકે Googleએ સાઈટને પહેલીવાર ક્યારે ઈન્ડેક્સ કરી. Google યુઝર્સ એ પણ જોઈ શકશે કે સાઈટનું કનેક્શન સિક્યોર છે કે નહીં.

2. મહિનાના અંત સુધીમાં ફીચર્સ કાર્ય કરતું થઈ જશે

તેને લઈને ગૂગલ સાઈટનું HTTPS પ્રોટોકોલ જોશે. આ પ્રોટોકોલથી વેબસાઈટ અને બ્રાઉઝરનો ડેટા Encrypts હોય છે. તેનાથી વેબ બ્રાઉઝ કરતા સમયે તેને સેફ કરવામાં મદદ કરે છે. આ ફીચરને અમેરિકામાં આ વર્ષે ફેબ્રુઆરીમાં લાવવામાં આવ્યું હતું. હવે આ મહિનાના અંત સુધી આ ફીચર બધા યુઝર્સ સુધી પહોંચી શકે છે. આ ફીચર શરૂઆતમાં મોબાઈલ અને ડેસ્કટોપ પર ઉપલબ્ધ રહેશે.

3. વધારાની જાણકારી તમને ઉપયોગી નીવડશે

Googleએ પોતાના બ્લોગમાં જણાવ્યું કે જો તમે સાઈટનું નામ પહેલાં ક્યારેય સાંભળ્યું નથી તો તમને તેનાથી ઘણી સરળતા થઈ જશે. વધારાની જાણકારી તમારા માટે ઘણી મદદગાર સાબિત થશે. ખાસ કરીને તમે જ્યારે હેલ્થ, ફાઈનાન્શિયલ સાથે જોડાયેલી જાણકારીને સર્ચ કરી રહ્યા છો તો તે તમારા માટે ઘણી ઉપયોગી સાબિત થશે.

4. Wikipedia સાથે કામ કરી રહી છે કંપની

આ ફીચરથી યૂઝર્સ જોઈ શકશે કે કોઈપણ સાઈટ પોતાને કેવી રીતે બતાવે છે. તેના માટે Wikipedia પેજની લિંક પણ આપવામાં આવશે. કંપની તેના માટે Wikipediaની સાથે પણ કામ કરી રહી છે. તેમાં આપેલી જાણકારી અપ ટુ ડેટ વેરિફાઈડ અને સોર્સ જાણકારી હશે.

5. About this Result ફીચર

Googleના નવા ટૂલથી સર્ચમાં યૂઝર્સને ફેક ન્યૂઝ વિશે માહિતી મળશે. Google I/O કંપની તરફથી આ ફીચર વિશે માહિતી આપવામાં આવી હતી. Googleએ આ ફીચરનું નામ About this Result રાખ્યું છે. તેને સર્ચમાં જોઈ શકાય છે.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights