ફેસબુક પ્રેમમાં પાગલ ગુજરાતી સગીરા પ્રેમી સાથે લગ્ન કરવા માટે પહોચી બિહાર, પ્રેમીને જોઇને થયું એવું કે ઉડી ગયા હોશ….

316 Views

આપણે જાણીએ છીએ કે પ્રેમમાં લોકો એટલા બધા પાગલ થઇ જાય છે કે તેઓ શું કરે છે તેની તેમને પણ ખબર નથી હોતી, આવા નિર્ણયોના કારણે કેટલીક વાર પ્રેમીઓને પાછળથી પછતાવવાનો વારો આવે છે. જયારે કેટલીક વાર એવા પણ સબંધો બને છે કે લોકોને સોશિયલ મિડીયાથી પ્રેમ થઇ જાય છે. અને આ પ્રેમ ખુબ જ આગળ વધતા લોકો કેટલાક એવા પગલા ભરે છે કે જેનું તેમને ભાન પણ હોતું નથી.આવો જ એક કિસ્સો ગુજરાતમાં સામે આવ્યો છે.

મળેલી માહિતી અનુસાર અંકલેશ્વરની એક સગીરાને ફેસબુકના માધ્યમથી બિહારના પટના શહેરમાં રહેતા એક યુવકથી પ્રેમ થયો હતો.પ્રેમમાં એટલી બધી પાગલ થઇ ગઈ હતી કે યુવતી લગ્ન કરવા માટે ફ્લાઈટમાં બિહારના પટના શહેરમાં પહોંચી હતી. અને ત્યાં જઈને બન્યો એવો બનાવ કે યુવતીના હોશ ઉડી ગયા હતા.

યુવતી સી.એ.નો અભ્યાસ કરતા વિકલાંક આકાશ જમુઆર સાથે પ્રેમ કરતી હતી અને આકાશે પોતે વિકલાંગ હોવાની વાત છુપાવી અંકલેશ્વરની સગીરાને મળવા પટના બોલાવી હતી. પહેલીજ મુલાકાતમાં બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. પોલીસ કે પરિવાર તેમના સુધી ન પહોંચે તે માટે યુવતીનો ફોન બંધ કરાવી લગ્નની તૈયારીઓ શરૂ કરી હતી.

તેમ છતાં પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને યુવતીને શોધવા માટે યુવક આકાશના ટેલિફોનિક સંપર્કોની ડિટેઇલના આધારે લોકેશન મેળવી છેલ્લી ઘડીએ પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. લગ્ન દરમ્યાન ફિલ્મી ઢબે અંકલેશ્વર પોલીસે લગ્નની ચોરીમાં એન્ટ્રી કરી કલાંગ પ્રેમીની ધરપકડ કરી યુવતીનો કબ્જો પરિવારને સોંપ્યો હતો.

સગીરાને શોધવા માટે પરિવારે અંકલેશ્વરમાં અપહરણ સહિતના ગુનાઓની ફરિયાદ નોંધાવતા ટીમ પટના રવાના કરી હતી. જ્યાં યુવકના મોબાઈલ લોકેશનના આધારે પોલીસ લગ્ન મંડપમાં પહોંચી હતી. જ્યાં લગ્નની વિધિ અટકાવી સગીરાનો કબ્જો મેળવાયો હતો જયારે વિકલાંગ પ્રેમીની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *