Mon. Oct 7th, 2024

બનાસકાંઠાના પાલનપુરના રતનપુર નજીક ટ્રક અને ઇકો ગાડી વચ્ચે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો, 4 સભ્યોના મોત

બનાસકાંઠાના પાલનપુરના રતનપુર નજીક ટ્રક અને ઇકો ગાડી વચ્ચે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે 2 લોકોના મોત નિપજ્યા હતા. તો મોડી રાત્રે સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત 2 લોકોના પણ મોત નિપજ્યા હતા. અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત નિપજતા આક્રંદના દ્રશ્યો જોવા મળ્યા હતા. દુખ વાત એ છે કે, પરિવાર દાંતીવાડામાં લગ્ન સમારોહ પતાવીને પોતાના ગામ પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, સતલાસણાના નાનીભાલુ ગામનો પરિવાર દાંતીવાડામાં લગ્નપ્રસંગે ગયો હતો. પરિવારના સભ્યો ઈકો કારમાં સવાર થઈને પરત ફરી રહ્યો હતો. ઈકો કારમાં 10 થી વધુ લોકો સવાર હતા. ત્યારે રતનપુર પાસે ટ્રક સાથે તેનો અકસ્માત થયો હતો. ટ્રક સાથે ઈકો કારની ટક્કર એટલી જોરદાર હતી કે, એક સદસ્યનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

અકસ્માત એટલો ગમ્ખવાર હતો કે, અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતનો અવાજ થતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલાને ઈકો કારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાઁથી પરિવારના 3 સદસ્યોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.

અન્ય ચાર ઇજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતની માહિતી મેળવી હતી.

Related Post

Verified by MonsterInsights