બનાસકાંઠા : ગાંધીનગરના કલોલમાં કોલેરા બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં ડિપ્થેરિયા ફેલાયું છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ડિપ્થેરિયાના 24 કેસ નોંધાયા છે અને ડિપ્થેરિયાના કારણે ત્રણ બાળકોનાં મોત નીપજ્યાં છે. બનાસકાંઠામાં ડિપ્થેરિયાના કેસો સામે આવતા તંત્ર હવે સાબદું થયું છે.
આ રોગ આગળ ન વધે અને મૃત્યુદર વધે નહિ તે માટે જિલ્લામાં 19 જુલાઈથી મહા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે, જે 31 જુલાઈ સુધી ચાલશે. આ રસીકરણ અભિયાનમાં 1200 આરોગ્ય કર્મચારીઓ અને 15 હજાર શિક્ષક સંયુક્તપણે જોડાશે. બનાસકાંઠા જિલ્લાના 5 લાખથી વધુ બાળકોને આ રસીકરણ અભિયાનમાં રસી આપવામાં આવશે.