ચીનમાં આ સિમકાર્ડસનો ઉપયોગ એકાઉન્ટને હેક કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે બીએસએફએ આ વાતનો ખુલાસો કર્યો નથી કે આ કયા પ્રકારના ભારતીય એકાઉન્ટને હેક કરવાનું કામ હાન જુનવે અને સુન જિયાંગ કરતા હતા.

 

 

નવી દિલ્હી : બાંગ્લાદેશ બોર્ડર પરથી ભારતમાં ઘૂસણખોરી કરી દાખલ થનાર ચીની જાસૂસ સાથે કડક પૂછપરછમાં ખુલાસો કર્યો છે કે તે ગત બે વર્ષમાં લગભગ 1300 ભારતીય સિમકાર્ડ સ્મગલિંગ કરીને ચીન લઇ ગયા છે. બીએસએફ અને ગુપ્તચર એજન્સીઓની પૂછપરછમાં ચીની જાસૂસ હાન જુનવેએ આ વાતનો પણ ખુલાસો કર્યો કે ચીનમાં આ સિમકાર્ડ્સ વડે ભારતના મહત્વપૂર્ણ એકાઉન્ટ્સને હેક કરીને અને નાણાકીય છેતરપિંડીમાં ઉપયોગ કરવામાં આવતો હતો.

લગભગ 36 કલાકની આકરી પૂછપરછ બાદ બીએસએફએ ચીની જાસૂસ હાન જુનવેને પશ્વિમ બંગાળ પોલીસના હવાલે કરી દીધો છે. હવે આગળની પૂછપરછ કાનૂની કાર્યવાહી પશ્વિમ બંગાળ પોલીસ જ કરશે. આ બાવત માલદા જિલ્લાના કાલિયાચક વિસ્તારના એક પોલીસમથકમાં તેના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

બીએસએફના અનુસાર હાન જુનવેએ વર્ષ 2019માં ગુરૂગ્રામમાં પોતાના એક બિઝનેસ પાર્ટનર, સુન જિયાંગ સાથે સ્ટાર-સ્પ્રિંગ નામની એક મોટી હોટલ ખોલી હતી. પરંતુ આ બંને આ હોટલની આડમાં જાસૂસી અને ભોળા ભારતીયોના ખિસા ખંખેરવાનું કામ કરતા હતા. બીએસએફના અનુસાર, ડુપ્લીકેટ દસ્તાવેજોના આધારે આ બંને ભારતીય સિમકાર્ડ ખરીદતા હતા. ત્યારબાદ અંડરગ્રામેંટ્સમાં આ સિમકાર્ડ્સને સંતાડીને ચીન લઇ જતા હત.

ચીનમાં આ સિમકાર્ડસનો ઉપયોગ એકાઉન્ટને હેક કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે બીએસએફએ આ વાતનો ખુલાસો કર્યો નથી કે આ કયા પ્રકારના ભારતીય એકાઉન્ટને હેક કરવાનું કામ હાન જુનવે અને સુન જિયાંગ કરતા હતા. અને આખરે આ હેકિંગ પાછળ કોણ છે અને શું હેતું છે.

પરંતુ બીએસએફ સાથે પૂછપરછમાં હાન જુનવેએ આ વાતને સ્વિકારી કે આ સિમકાર્ડનો ઉપયોગ નાણકીય છેતરપિંડી માટે પણ કરવામાં આવતો હતો. તે ભોળા ભારતીયની મની ટ્રાંજેક્શન મશીન વડે પૈસા ઉડાવી લેતા હતા. બીએસએફના અનુસાર થોડા સમય પહેલાં સુન જિયાંગને યૂપી પોલીસની એંટી-ટેરરિસ્ટ સ્કોર્ડ (એટીએસ)એ ડુપ્લિકેટ રીતે સિમકાર્ડ ખરીદવાના આરોપમાં ધરપકડ કરી હતી.

આ મામલે હાન જુનવે અને તેની પત્ની પણ સહ આરોપી છે. હાનના વિરૂદ્ધ તો બ્લૂ કોર્નર નોટિસ પણ જાહેર કરવાની પ્રક્રિયા પણ શરૂ થઇ ચૂકી હતી. પરંતુ તે પહેલાં ગેરકાનૂની રીતે બાંગ્લાદેશ બોર્ડૅર દ્વારા ભારત દાખલ થતાં બીએસએફએ હાનને માલદા જિલ્લાના સુલ્તાનપુર બીઓપી એટલી ચોકી નજીકથી દબોચી લીધો હતો.

પૂછપરછમાં હાને જણાવ્યું કે તે પહેલીવાર વર્ષ 2010માં હૈદ્રાબાદ આવ્યો હતો. વર્ષ 2019 બાદ ત્રણ વાર દિલ્હી-ગુરૂગ્રામ આવી ચૂક્યો છે. ચારેય વાર તે બિઝનેસના મુદ્દે ભારીય વિઝા લઇને આવોય હતો. તેનો હાલનો પાસપોર્ટ ચીના હુબઇ પ્રાંતથી આ વર્ષે એટલે કે જાન્યુઆરી 2021થી ઇશ્યૂ થયો હતો. તેના પાસપોર્ટ પર બાંગ્લાદેશના વિઝા છે.
એટલા માટે તે 2 જૂને બાંગ્લાદેશની રાજધાની ઢાકા પહોંચ્યો હતો. તે પોતાના એક મિત્ર સાથે રોકાયા બાદ હાન બાંગ્લાદેશના છપાઇ નવાબગંજ જિલ્લાના સોના-મસ્જિદ વિસ્તારમાં પહોંચ્યો હતો. અહીં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ત્યાં પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફના જવાનોએ તેને પકડી પાડ્યો.

બીએસએફને ચીની ઘૂસણખોરની તલાશી લેતાં પાસપોર્ટ ઉપરાંત એક એપ્પલ લેપટોપ, 02 આઇફોન મોબાઇલ, 1 બાંગ્લાદેશી સિમ, 1 ભારતીય સિમ, 2 ચાઇનીસ સિમ, 2 પેનડ્રાઇવ, 3 બેટરી, બે સ્મોલ ટોર્ચ, 5 મની ટ્રાંજેક્શન મશીન, 2 એટીએમ કાર્ડ, અમેરિકન ડોલર, બાંગ્લાદેશી ટકા અને ભારતીય મુદ્રા મળી આવી હતી.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page