અમરેલીના જાફરાબાદના બાબરકોટ ગામ નજીક સિંહણનો આતંક જોવા મળ્યો છે. સિંહણે સવારમાં જ ત્રણ વ્યક્તિ પર હુમલો કર્યો હતો અને સાંજે ફરી 6 લોકો પર હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
મહત્વનું છે કે, સવારે વનવિભાગે ગોઠવેલા ટ્રેકર બાદ SRDના જવાનો પર પણ સિંહણે હુમલો કર્યો હતો. જેમાંથી એક SRD જવાન રાજુલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
નોંધનીય છે કે, હુમલો કરનારી સિંહણને ભેદી બીમારી હોવાની આશંકા છે. આથી વનવિભાગે પાંજરા ગોઠવી સિંહણને પકડવા કવાયત શરૂ કરી હતી. આ દરમિયાન સિંહણ ઘણી આક્રમક બની અને વધુ ત્રણ લોકો પર હુમલો કર્યો હતો. આ પરિસ્થિતિને જોતાં ધારાસભ્ય હીરા સોલંકીએ ગ્રામજનોને બહાર ન નીકળવા સૂચન કર્યું હતું.