બેંક ઓફ બરોડા આવનારા મહિનાની શરૂઆતથી પોઝિટિવ પે સિસ્ટમની શરૂઆત કરવા જઈ રહ્યું છે, જેના આધારે 50 હજારથી વધારેના ચેક પેમેન્ટને માટે ફરીથી કન્ફર્મેશન કરવાનું રહેશે.
Bank of Baroda ફરી વાર કરવાનું રહેશે કન્ફર્મ
બેંકની તરફથી જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવાયું છે કે 50હજારથી વધારેના ચેકને માટે બેંકની તરફથી કન્ફર્મેશન કરવામાં આવી શકે છે. ગ્રાહકો નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ, બ્રાન્ચ ફોન કરીને કે પછી 8422009988 નંબર પર મેસેજ કરીને કન્ફર્મેશન આપી શકે છે. આ માટે બેનિફિશયરીનું નામ, રકમ, ચેકની તારીખ, ખાતાની સંખ્યા અને ચેક નંબરની જાણકારી શેર કરવાની જરૂરી રહેશે.
ચેક ફ્રોડ કેસ ઘટાડવામાં મળશે મોટી મદદ
આરબીઆઈના આદેશ અનુસાર ચેક પેમેન્ટના સમયે થતા ફ્રોડમાં રોક લગાવવાના હેતુથી બેંક 1 જાન્યુઆરીએ સેન્ટ્રલાઈઝ્ડ પોઝિટિવ પે સિસ્ટમને લાગૂ કરી ચૂકી છે. ગ્રાહકને તેના ફાયદા માટે બેંક તેને લાગૂ કરવા જઈ રહી છે. આ માટે બેંકના ગ્રાહકોને અપીલ કરાઈ છે કે તે હાઈ વેલ્યૂ ચેક ટ્રાન્ઝેક્શનને લઈને બેંકને પહેલા બેનિફિશયરીની જાણકારી આપે. તેનાથી બેંક ક્લિયરિંગના સમયે ગ્રાહકને ફરીથી કન્ફર્મેશનની જરૂર રહેશે નહીં.