બોટાદ : ગઢડા માં ગોપીનાથજી મંદિર ના આચાર્ય પક્ષના પૂર્વ પૂજારી અને પાર્ષદ સંજય ભગત વિરુદ્ધ બ્લેક મેઈલ કરવાની પોલીસ ફરીયાદ નોંધાતા ચકચાર મચી છે. એક મહિલાએ સંજય ભગત અને મિલન નામના એક શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ મહિલાએ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું છે કે ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ પૂજારી અને પાર્ષદ સંજય ભગતે આ મહિલાને બીભત્સ ફોટો બતાવી શારીરિક સંબંધ બાંધવા બ્લેકમેલ કરી હતી. સંજય ભગતે વારંવાર મહિલાને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતા આખરે મહિલાએ સંજય ભગત અને મિલન નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.