બ્રાઝીલમાં એક આશ્ચર્ય ઊભી કરનારી ઘટના સામે આવી છે. હકિકતમાં ગત વર્ષે બ્રાઝીલના રિયો-ડી-જાનેરોના દેવોરો શહેરમાં એક 23 વર્ષની ગર્ભવતીની લાશ મળી હતી. જો કે પોલીસે જ્યારે ઘટનાની તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે મહિલાના મોત પછી તેના ગર્ભમાં બાળક હતું જ નહીં, એટલું જ નહીં પણ તેના પેટની આજુબાજુ ક્યાંય ઓપરેશન થયું હોય તેવા કોઈ નિશાન પણ ન હતા.
મૃતક યુવતીનું નામ થાયસા કેમ્પોસ ડોસ સેન્ટોસ હતું, જે આઠ મહિનાથી ગર્ભવતી હતી. ગત સપ્ટેમ્બર મહિનામાં તે એક રેલવે લાઈન પાસે મૃત હાલતમાં મળી આવી હતી. તપાસમાં બ્રાઝીલની સ્થાનિક પોલીસે દાવો કર્યો કે તે પ્રેગ્નેન્ટ હતી પરંતુ ગર્ભમાંનું બાળક ગુમ થઈ ગયું છે. તેમજ ઓપરેશન વડે તેને પેટમાંથી બહાર કાઢવામાં આવ્યું હોય તેવા પણ કોઈ ચિન્હો મળ્યા નથી. હાલમાં જ મળી આવેલા દસ્તાવેજથી જાણ થઈ છે કે મહિલાની ન જન્મેલી તેમના ગર્ભમાંથી ગાયબ હતી.
23 વર્ષની યુવતી ત્રીજી વખત ગર્ભવતી બની હતી
પોલીસનો દાવો છે કે યુવતી મૃત્યુ પામી તે પહેલાં સ્વભાવિક રીતે તેને બાળકને જન્મ આપ્યો હોય અને લગભગ તે બાળકને કારણે જ યુવતીની હત્યા કરી દેવામાં આવી હોય. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ બાળકને કોઈ ઓપરેશન દ્વારા નથી કાઢવામાં આવ્યું, જેનાથી તે ખ્યાલ આવે કે તે સ્વભાવિક રીતે જન્મી હતી કે નહીં.
જે યુવતી થાયસનું મોત થયું છે તે પોતાના બે બાળકોની સાથે પિતાથી અલગ રહેતી હતી. એક લગ્નેતર વ્યક્તિ સાથેના સંબંધના કારણે તે ત્રીજી વખત ગર્ભવતી બની હતી.
નવજાત બાળકનું અપહરણ થયું હશે
23 વર્ષની થાયસા ગત વર્ષે 3 સપ્ટેમ્બરે રાત્રે અચાનક જ ગુમ થઈ ગઈ હતી અને 10 સપ્ટેમ્બરે તેની લાશ મળી જે સડી ગઈ હતી. રિયો-ડી-જાનેરો સ્ટેટ યુનિવર્સિટીમાં ફોરેન્સિક મેડિસિનના પ્રોફેસર નેલ્સ માસિનીના જણાવ્યા મુજબ સૌથી વધુ શક્યતા એ છે કે નવજાત બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોય શકે છે.