એલિયન્સને લઈને છાશવારે કોઈને કોઈ દાવા થતા રહે છે. બ્રિટનની એક મહિલાએ હવે પોતે એક એલિયનના પ્રેમમાં પડી હોવાનો દાવો કર્યો છે અને કહ્યુ છે કે, પહેલી જ મુલાકાતમાં મેં તેને દિલ આપી દીધુ હતુ.
અબ્બી બેલા નામની આ યુવતી વ્યવસાયે એક્ટ્રેસ છે અને તે લંડનની રહેવાસી છે. બેલા કહે છે કે, હવે હું અલગ જ દુનિયામાં જતી રહી છું. એલિયને મારૂ અપહરણ કરી લીધુ હતુ , મને તેની સાથે પ્રેમ થઈ ગયો છે. એલિયન મારા રૂમની બારીમાંથી આવ્યા હતા અને મારૂ અપહરણ કરીને લઈ ગયા હતા. ધરતી પરના પુરૂષો કરતા એલિયન્સ ઘણા સારા છે.
બેલાના કહેવા પ્રમાણે તેઓ એંડ્રોમેડા ગેલેક્સી પરથી આવ્યા હતા. મારે એલિયન્સ સાથે ફરી મુલાકાત કરવી છે. હું ધરતીના માણસોથી પરેશાન થઈ ચુકી છું. મેં ઓનલાઈન જોક કર્યો હતો કે, કોઈ એલિયન મારૂ અપહરણ કરી જાય. એ પછી એક રાતે મને સ્વપ્ન આવ્યુ હતુ અને તેમાં એલિયને મને રાહ જોવાનુ કહ્યુ હતુ. બીજી દિવસે રાતે હું બારી ખોલીને બેઠી હતી. હું સુવા જઈ રહી હતી કે એક ઉડતી ચીજ દેખાઈ હતી. પછી લીલા રંગનો એક પ્રકાશ મને યુએફઓમાં બેસાડીને લઈ ગયો હતો. તેમાં પાંચ એલિયન હતા. આ પૈકી એક માણસ જેવો હતો પણ બહુ લાંબો અને બહુ પાતળો હતો.
બેલાએ આગળ કહ્યુ હતુ કે, મેં તેની સાથે વાતો કરી હતી. મને લાગ્યુ હતુ કે તેઓ મને લઈ જવા માટે પરવાનગી માંગતા હતા પણ મેં હા નહોતી પાડી. કારણકે તેઓ મને કાયમ માટે લઈ જવા માંગતા હતા. એ પછી હું 20 મિનિટ બાદ મારા ઘરે પાછી આવી ગઈ હતી. હવે હું રોજ રાતે મારી બેગ તૈયાર રાખું છું. મને આશા છે કે, એલિયન ફરી આવશે અને પોતાની સાથે એન્ડ્રોમેડા ગેલેક્સી લઈ જશે.
આ પહેલા બ્રિટનની એક વૃધ્ધા પોલા સ્મિથે પણ આવો જ દાવો કર્યો હતો કે એલિયન્સે મારૂ 50થી વધારે વખત અપહરણ કરેલુ છે. પોલાનુ કહેવુ છે કે, હું નાનપણથી જ એક એલિયન સાથે અવારનાવર મુલાકાત કરતી આવી છું.