Sat. Oct 5th, 2024

ભાજપાના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ના કાર્યકાળના એક વર્ષ પૂર્ણ થતા ફતેપુરા જલારામ શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આજે તારીખ 20 જુલાઈ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ખાતે આવેલ જલારામ શાળામા ભાજપા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ના અધ્યક્ષ તરીકેના કાર્યકાળનુ એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે દાહોદ જિલ્લાના ભાજપા પ્રમુખ શંકર આમલીયાર,દાહોદ જિલ્લા ભાજપા યુવા મોરચાના પ્રમુખ મોહિત ડામોર,દાહોદ જિલ્લા ભાજપા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ પંકજ પંચાલ, ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ કચરૂ પ્રજાપતિ,ઉપસરપંચ મનોજ કલાલ તેમજ ફતેપુરા ગ્રામ પંચાયતના સભ્યો, કાળીયા વલુન્ડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ ફારૂક ગુડાળા,જલારામ શાળાના આચાર્ય મહેન્દ્ર પટેલ તેમજ શિક્ષક કમલેશ પટેલ અને શાળાના ટ્રસ્ટી રાજુ શાહ સહિત ફતેપુરા તાલુકા ભાજપાના વિવિધ કાર્યકરો અને હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું

Related Post

Verified by MonsterInsights