ભાદરવી પૂનમ નાં મેળા દરમિયાન પણ અંબાજી મંદિર યાત્રિકો વિના સૂમસામ…

358 Views

હાલમાં ભાદરવી પુનમનો મહામેળો એ અંબાજી ખાતે ચાલી રહ્યો છે અને આજે ભાદરવી પૂનમના મહામેળાનો આખરી દિન હોય પણ અંબાજી મંદિર યાત્રિકો વિના સૂમસામ ભાસી રહ્યું છે દર વર્ષે યોજાતા ભાદરવી પુનમનો મહામેળો કે જે લાખોની સંખ્યામાં યાત્રિકો માં અંબાના ચરણોમાં ઉમટતા હોય છે પણ આ વખતે કોરોના વાયરસના કારણે સરકાર દ્વારા સમગ્ર મેળાવડા સહિત જાહેર કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે ત્યારે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમનો મેળો સરકાર દ્વારા મોકૂફ રખાયો છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આ વખતે કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે ને લઇ યાત્રાધામ અંબાજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ રખાયું છે ત્યારે દર વર્ષે અંબાજી મંદિર માં લાખો યાત્રિકો આવતા હોય છે પણ આ વખતે કોરોનાવાયરસ ના કારણે મંદિર સૂમસામ ભાસી રહ્યું છે 2019 માં ભાદરવી પૂનમના મેળા દરમિયાન સમગ્ર મેળા માં ૧૭ લાખ ઉપરાંત યાત્રિકો એ માં અંબે ના દર્શન કર્યા હતા પણ આ વખતે કોરોના વાયરસ ને લઇ મંદિર બંધ હોય એક પણ યાત્રિક ને મંદિરની અંદર પ્રવેશ આપવામાં નથી આવ્યો ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ સરસ આયોજન કરી અંબાજી મંદિર ખાતે યોજાતો મહાયજ્ઞ અને અંબાજી મંદિર ખાતે સવાર સાંજ ની આરતી નું અંબાજી મંદિરની વેબ સાઈટ ઉપર લાઈવ ટેલીકાસ્ટ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું તેના ઉપર 30 લાખ ઉપરાંત ભકતોએ ભાદરવી પૂનમ મેળા માં દર્શન કર્યા છે અને માં અંબે જોડે સમગ્ર ગુજરાતમાં સહિત રાષ્ટ્રમાંથી કોરોના મુક્ત થાય તેવી પણ પ્રાર્થના કરી છે એટલુંજ નહિ અંબાજી મંદિર 25 વર્ષ બાદ સહસ્ત્રચંડી મહાયજ્ઞ પણ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું છે અંબાજીના વિવિધ બ્રાહ્મણ અને સંસ્કૃત પાઠશાળાના બ્રાહ્મણો દ્વારા ભાદરવી પૂનમના છ દિવસ 1000 પાઠ કર્યા બાદ ભાદરવી પૂનમના મહામેળા ના અંતિમ દિવસે 100 હોમ કરી અને વિશ્વ કલ્યાણ અર્થે અંબાજી મંદિર ખાતે સહસ્ત્રચંડી યજ્ઞ કરાયો હતો અને સમગ્ર ગુજરાત સહિત રાષ્ટ્રમાંથી કોરોના મુક્ત થાય અને જનકલ્યાણ સુખમય જીવી શકે તેવી બ્રાહ્મણો દ્વારા પણ માં અંબે નાં ચરણોમાં પ્રાર્થના કરાઈ હતી…

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *