ભારતમાં કોરોનાના મૃત્યુદરને લઈને આવ્યા મહત્વના સમાચાર, છેલ્લા 24 કલાકમાં….

54 Views

ચીનના વુંહાનથી નીકળેલો કોરોના વાયરસ આજે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો છે.આ વાયરસને કારણે ગણા દેશો સંપૂર્ણ લોકડાઉન હેઠળ આવી ગયા હતા.આ વધી રહેલા કોરોના સામે લડવા માટે હજુ સુધી કોઈ જ પ્રકારનો સચોટ ઉપાય નીકળ્યો નથી.લોકો અને ક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

કોરોના ગ્રસ્ત લોકોને સારવાર માટે ખુબ મોટા પગલા લેવાય છે,જેમાં ડોકટરો પોતાની ખુબ સારી ફરજ બજાવી રહ્યા છે.અને આ કોરોના સામે પોતાની જંગ લડી રહ્યા છે.180 દેશોમાં ફેલાયેલો આ કોરોના ખુબ વધારે ગતિથી ફેલાઈ રહ્યો છે.જેને રોકવા માટે દેશના બધા વૈજ્ઞાનિક રસીની શોધમાં લાગ્યા છે.પરંતુ કોઈ પણ દેશ આ રસી મેળવવામાં સફળ થયો નથી.

ભારતની જો વાત કરીએ તો અહી પણ લોકડાઉન ની પ્રક્રિયા પછી હવે ધીરે ધીરે અનલોકની સ્થિતિ જાહેર થઇ છે.દેશમાં પણ ખુબ વધારે તેજીથી આ વાયરસ ફેલાઈ રહ્યો છે.જેના કારણે લાખો લોકો આ કોરોના વાયરના ચેપથી પીડાઈ રહ્યા છે.જેમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવી ચુક્યા છે.

જયારે બીજી બાજુ વૈજ્ઞાનિકો રસી શોધવામાં લાગ્યા છે.ભારતની એક બે દવા કંપની છે જે પોતાના બીજા તબક્કા પુરા કરી ચુકી છે.બસ હવે થોડા ગણતરીના દિવસોમાં કોરોના રસી આવી સકે છે.પરંતુ હવે ધીમે ધીમે લોકો પોતાની જીવન પેહલા જેવું જીવવા આગળ વધી રહ્યા છે.

થોડા દિવસોથી દેશમાં પ્રતિ મિલિયન વસ્તીમાં કોરોના ચેપથી થતાં મૃત્યુની સંખ્યા વિશ્વમાં સૌથી ઓછી જોવા મળી રહી છે.દેશમાં હાલમાં કોરોનાથી પ્રતિ દસ લાખની વસ્તીમાં મૃત્યુની સંખ્યા 48 છે.કોરોના ગ્રસ્ત બ્રાઝિલ અને યુકેમાં વધારે આ કોરોના ફેલાઈ રહ્યો છે.

આ આંકડો દસ લાખની વસ્તીમાં 12 અને 13 ગણા વધારે છે,ભારત એવા દેશોમાંનો એક છે જેમાં કોરોનાનો સૌથી ઓછો મૃત્યુ દર છે,જ્યારે મૃત્યુ દરમાં પણ 1.76 ટકાનો ઘટાડો થયો છે,જ્યારે વૈશ્વિક સ્તરે.જે 3.3 ટકા છે.ભારતમાં કોરોના વાયરસના કેસમાં થોડો વધારો જોવા મળ્યો છે.

આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં, 83,880 થી વધારે નવા કેસ બહાર આવ્યા. વાયરસને કારણે 1040 થી બધારે લોકોનાં મોત નીપજ્યાં છે.આ સાથે સાથે દેશમાં કોરોના ગ્રસ્ત લોકોની સંખ્યા 38 લાખને પાર કરી ગઈ છે.ભારતની કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે કહ્યું કે કોરોના રોગ સામે લડવા માટે અપનાવવામાં આવેલી નીતિ હેઠળ કેન્દ્ર સરકાર કોરોનાને કારણે થતાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો કરશે અને ગંભીર કોરોના દર્દીઓને ગુણવત્તાયુક્ત ક્લિનિકલ સારવાર પૂરીપાડવામાં આવશે.

તે પોતાનો જીવ બચાવવા પર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે.કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારના સહયોગી પ્રયત્નોના પરિણામેં,દેશભરમાં આરોગ્ય સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે.લોકો આ રોગ સામે કેવી રીતે જીવવું તે સમજી ગયા છે.લોકો પોતાની સંભાળ હવે રાખવા સક્ષમ થયા છે.અત્યારે દેશમાં 1578 કોરોના હોસ્પિટલો છે.જે આ અસરગ્રસ્ત લોકોની સેવા પૂરી કરી રહી છે.જેમાં હોસ્પિટલો માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે છે,જે આધીન તેમના કર્યો થતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *