કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ આજે સંસદમાં ભાજપના સંસદસભ્યોની એક બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે દેશમાં બાળકોને કોરોના-પ્રતિરોધક રસી આપવાની કામગીરી આવતા મહિનાથી શરૂ કરી શકાય એમ છે.

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાવાઈરસ બીમારીની ત્રીજી લહેર આવવાની સંભાવનાના અહેવાલો વચ્ચે કોરોના સંક્રમણની ચેનને તોડવામાં આ ખૂબ મોટું પગલું બની રહેશે. તદુપરાંત દેશભરમાં શાળાઓ ફરી ખોલી પણ શકાશે. નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન્સના વડા ડો. એન.કે. અરોરાએ આ મહિનાના આરંભમાં એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ભારતમાં 12-18 વર્ષની વયના બાળકોને આ વર્ષના સપ્ટેમ્બરથી ઝાઈડસ રસી આપવાની કામગીરી શરૂ કરી શકાશે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page