Sat. Dec 14th, 2024

ભારતમાં વિજળી થઈ શકે છે ગુલ, માત્ર 4 દિવસ જ કોલસાનો સ્ટોક બચ્યો

દેશના 70 ટકા વીજ ઉત્પાદન કેન્દ્ર કોલસા પર આધારીત છે. કુલ 135 થર્મલ પાવર પ્લાન્ટ્સમાંથી 72 પાસે કોલસાનો 3 દિવસ કરતા પણ ઓછો સ્ટોક છે. જ્યારે 50 પાવર પ્લાન્ટ એવા છે જ્યાં કોલસાનો 4થી 10 દિવસનો સ્ટોક બચ્યો છે. 13 પ્લાન્ટ્સ જ એવા છે જ્યાં કોલસાનો 10 દિવસ કરતા વધારેનો સ્ટોક બચ્યો છે.આગામી થોડા દિવસોમાં જ તમારૂં ઘર પાવર કટની લપેટમાં આવી શકે છે કારણ કે, દેશમાં માત્ર 4 જ દિવસ માટેનો કોલસો બચ્યો છે. ભારતમાં વીજળીના ઉત્પાદન માટે કોલસાનો જ સૌથી વધારે ઉપયોગ થાય છે અને ઉર્જા મંત્રાલયના અહેવાલ પ્રમાણે કોલસા પર આધારીત વીજળી ઉત્પાદન કેન્દ્રોમાં કોલસાનો સ્ટોક ખૂબ જ ઘટી ગયો છે.

ઉર્જા મંત્રાલયના અહેવાલ પ્રમાણે આ તંગી પાછળનું મોટું કારણ કોલસાના ઉત્પાદન અને તેની આયાતમાં જે મુશ્કેલીઓ આવી રહી છે તે છે. ચોમાસાના કારણે કોલસાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. તેની કિંમતો પણ વધી છે અને ટ્રાન્સપોર્ટેશનમાં ખૂબ જ અડચણો આવી છે. આ એવી સમસ્યાઓ છે જેના કારણે આગામી સમયમાં દેશમાં વીજ સંકટ સર્જાઈ શકે છે.

ઉર્જા મંત્રાલયના કહેવા પ્રમાણે વીજ સંકટ પાછળનું એક કારણ કોરોના કાળ પણ છે. આ દરમિયાન વીજળીનો ખૂબ જ વધારે ઉપયોગ થયો છે અને હજુ પણ વીજળીની માગ ખૂબ વધી રહી છે. 2019માં ઓગષ્ટ-સપ્ટેમ્બર મહિના દરમિયાન વીજળીની કુલ ખપત 10 હજાર 660 કરોડ યુનિટ પ્રતિ માસ હતી. આ આંકડો 2021માં વધીને 12 હજાર 420 કરોડ યુનિટ પ્રતિ માસ થઈ ગયો છે.

 

Related Post

Verified by MonsterInsights