Sat. Dec 7th, 2024

ભારતમાં IPLની શરૂઆત કરનારા લલિત મોદીએ ‘મિસ યુનિવર્સ’ સુસ્મિતા સેન સાથે કર્યા લગ્ન

ભારતીય ક્રિકેટ ફેન્ટસી IPLને એક નવા આયામ પર પહોંચાડવામાં સૌથી મોટો શ્રેય આપનાર વિવાદાસ્પદ લલિત મોદીએ એક પોસ્ટ કરીને સમગ્ર બોલિવૂડ જગતમાં ખલબલી મચાવી દીધી છે.

56 વર્ષીય મોદીએ ઈન્સટાગ્રામ પોસ્ટમાં ભારતની ટોચની અભિનેત્રી સુસ્મિતા સેન સાથે લાંબા સમયના રિલેશનપીપ બાદ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. બિઝનેસમેન લલિત મોદીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી અને લખ્યું કે , ” પરિવાર સાથે માલદીવ અને સરદીનિયા સહિત ગ્લોબલ ટૂર કરીને લંડન પરત ફર્યા બાદ મારા બેટરલુક પાર્ટનર સુસ્મિતા સેનને હું કેમનો ભૂલી શકું-આખરે એક નવી શરૂઆત એક નવી જિંદગી. ચંદ્રને પેલે પાર.

ઈન્સટા પોસ્ટની સાથે હવે મોદીએ પોતાનો ઈન્સટા DP પણ બદલ્યો છે અને તેમના નવા પાર્ટનર સાથેનો Pic મુક્યો છે.

રસપ્રદ વાત એ છે કે બિઝનેસમેન લલિત મોદીની ઉંમર 56 વર્ષ છે અને મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર સુસ્મિતા સેનની ઉંમર 46 વર્ષ છે એટલેકે 10 વર્ષ મોટા મોદી સાથે સેને લગ્ન કર્યા છે અથવા કરવા જઈ રહી છે.

વધુ વાંચો : એક જ અઠવાડિયામાં સોનાની કિંમતમાં રૂ.2000 નું ગાબડું

આ અગાઉ પણ સુસ્મિતા અનેક ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ અને બિઝનેસ મેન સાથે રિલેશનશીપમાં હોવાની વાતો બહાર આવી હતી. મીડિયા અહેવાલો અનુસાર પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વસીમ અકરમ અને ભૂતપૂર્વ બ્યુટી ક્વીન સુષ્મિતા સેન એક ડાન્સ રિયાલિટી શો, ‘એક ખિલાડી એક હસીના’ સહ-જજ કરતી વખતે પ્રેમમાં પડ્યા હતા.

જોકે લગભગ પાંચ મહિના પછી સુષ્મિતાની 2008માં લલિત મોદી સાથેની કથિત નિકટતાને કારણે બંનેનું બ્રેકઅપ થયું હતુ.

Related Post

Verified by MonsterInsights