સાનફ્રાન્સિસ્કોમાં યુએસ ઓપન વીમેન્સના પ્રથમ રાઉન્ડમાં મહિલા ગોલ્ફરોમાં મોટા-મોટા નામોની વચ્ચે ૧૭ વર્ષની ભારતીય મૂળની એમેચ્યોર ગોલ્ફર મેઘા ગણેના ઉભરી આવેલા નામે બધાને ચોંકાવી દીધા હતા. તેણે પહેલા રાઉન્ડના અંતે લીડ મેળવીને અમેરિકાના વીમેન્સ ગોલ્ફ જગતને મોટો આંચકો આપ્યો છે. આ પહેલા આ પ્રકારની સિદ્ધિ ૨૦૦૬માં જેન પાર્કે ન્યુપોર્ટ કન્ટ્રી ક્લબ ખાતે મેળવી હતી, આમ તેના ૧૫ વર્ષ પછી આવી સિદ્ધિ મેળવનારી તે પ્રથમ ગોલ્ફર બની છે. તે સમયે મેઘા બે વર્ષની હતી.
મેઘા ફાઇવ અંડર સાથે લીડ ધરાવે છે. ૧૮એ તેનો શોટ ડ્રોપ થતાં તેણે લીડ શેર કરી છે. ગણે ઇંગ્લિશ પ્રોફેશનલ ધ ઓલિમ્પિક્સ ક્લબ લેક કોર્સ ખાતે ઇંગ્લિશ પ્રોફેશનલ મેલ રીડ સાથે લીડ મેળવી છે. અહીં મહિલા ગોલ્ફરો પહેલી વખત રમી રહી છે. ગણેએ જણાવ્યું હતું કે ઘણી વખત શોટ રફમા હોવા છતાં પણ ડરી ન હતી. ૧૮ પર બોગી વખતે હું મારા કેડી (ઓલિમ્પિક મેમ્બર માઇક ફિન) સાથે વાત કરતી હતી. તે એન્જેલ યીન અને મેગન ખાંગ તથા ભૂતપૂર્વ વીમેન્સ કેજીએ વીમેન્સ પીજીએ ચેમ્પિયન બૂ્રક હેન્ડર્સનથી એક શોટ પાછળ છે. લેક્સી થોમ્પ્સન, શેન્શાન ફેંગ અને યુકા સાવ જેવા ચેમ્પિયન તેનાથી બે સ્ટ્રોક્સ પાછળ છે.
ન્યુજર્સીમાં રહેતી મેઘા બીજી વખત યુએસ ઓપનમાં રમી રહી છે. તે અગાઉ ૨૦૧૯માં યુએસ ઓપનમાં રમી હતી, પરંતુ તેણે તેમા કટ મિસ કર્યો હતો. ગણેના માતાપિતા સુધા અને હરિ પહેલી પેઢીના સ્થાનાંતરિતો એટલે કે વસાહતીઓ છે. તેણે ગોલ્ફમાં તેના રસનું સમર્થન કર્યુ છે. તેણે જણાવ્યું હતું કે તેણે બે વખત મેન્સ યુએસ ઓપન જીતનારા બુ્રક્સ કોપ્કા સાથે વાત કરી છે.