WHOએ જાહેર કર્યુ છે કે વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. અમેરિકા સહિતના કેટલાક દેશો ત્રીજી લહેરની ચપેટમાં આવી ચૂક્યા છે. અમેરિકામાં હાલ દૈનિક નવા 40 હજાર કરતા વધુ કેસો નોંધાઈ રહ્યાં છે. એક તરફ ભારત માંડ માંડ બીજી લહેરની ચપેટમાંથી બહાર આવી રહ્યું છે.ત્યારે ફરી દેશ માંટે મોટો પડકાર સામે આવી ઉભો થઈ ગયો છે. બીજી લહેરમાં ભારતમાં ભારે હાલાકી સર્જાઈ હતી.લાખો લોકએ કોરોનાની બીજી લહેરમાં જીવ ગુમાવ્યા હતા.હાલ ભારતમાં કોરોનાના 4 લાખથી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે.
પરિસ્થિતિને જોતા નીતિ આયોગના સદસ્ય વી.કે.પોલે ચેતવણી આપી હતી કે આગામી 125 દિવસ એટલેકે 4 મહિના ભારત માટે ખુબ મહત્વના છે. હજી સુઘી ભારતમાં હર્ડ ઈમ્યુનિટી આવી નથી.ત્યારે બીજી તરફ દેશમાં ડેલ્ટા વેરિયન્ટના કેસો વધી રહ્યા છે. જે ભારત માટે મોટો ખતરો બની શકે છે.વી.કે પોલના જણાવ્યા મુજબ કોરોનાના સંક્રમણને રોકવુ ખુબજ જરૂરી છે. જો લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહી કરે સાથે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન નહી કરે તો ભારતમાં આવનારી ત્રીજી લહેર વધુ ઘાતક શાબીત થઈ શકે છે.
ભારતમાં બીજી લહેરમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે ભારતના લોકો બેદરકાર બન્યા હોય તેવા દ્રશ્યો પ્રવાસન સ્થળો સહિત મોટા શહેરોના જાહેર સ્થળો પર જોવા મળી રહ્યા છે.જે જોતા લાગી રહ્યું છે કે લોકો આ મહામારીને લઈ બેદરકાર બન્યા છે.લોકો જાહેર સ્થળો પર માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ પણ રાખતા નથી. ત્યારે આ પ્રકારની બેદરકારીને જોઈ આરોગ્ય વિભાગે ચીંતા વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે,ભારત માટે ત્રીજી લહેરથી બચવું મોટો પડકાર છે.
ત્યારે વાત કરવામાં આવે ભારતમાં મેડિકલ સુવિધાઓની તો ભારત સરકારે બીજી લહેર બાદ મેડિકલ સુવિધાઓમાં વધારો કર્યો હોવા છતા ત્રીજી લહેર કેવી રીતે અસર કરે છે તે તજજ્ઞો અને મેડિકલ વિભાગ માટે પણ કહેવુ મુશ્કેલ છે.કોરોના સામે માસ્ક અને વેક્સિનેસન મુખ્ય હથિયાર ગણાય છે. દેશમાં હાલ માસ વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે.પરંતુ છેલ્લા કેટલાક સમયથી દેશમાં વેક્સિનેશનની કામગીરી ધીમી પડી છે.વેક્સિન ઉત્પાદનમાં વધારો કરાયો હોવા છતા પુરતા પ્રમાણમાં ડોઝ હજી નથી મળી રહ્યા,ગુજરાતમાં પણ વેક્સિનની અછત વર્તાઈ રહી છે.
દેશમાં અત્યાર સુધી વેક્સિનના અંદાજે 40 કરોડ ડોઝ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવ્યા છે.જેમાં 18-44 વર્ષના વયના માત્ર 12.62 કરોડ લોકોને પ્રથમ ડોઝ અપાયો,જ્યારે સમગ્ર દેશમાં માત્ર 8.09 કરોડ લોકોએ જ વેક્સિનના બન્ને ડોઝ લીધા છે. જ્યારે 31.84 કરોડ લોકોએ વેક્સિનનો એક ડોઝ લીધો છે. ત્યારે આવી સ્થિતિમાં દેશમાં હજી સુધી હર્ડ ઈમ્યુનિટી વિકસીત થઈ શકે તેવી કોઈ સંભાવના નથી. હર્ડ ઈમ્યુનિટી વિક્સીત થઈ શકે તે માટે દેશમાં 60 ટકા કરતા વધુ વેક્સિનેશન જરૂરી છે.