તમિલનાડૂના મોહનૂરની પાસે એક ATM સેન્ટરને લૂંટવાની કોશિશ કરી રહેલા મહેમાન કર્મચારી શુક્રવારના રોજ મશીનની પાછળ ફસાઈ ગયો હતો. બાદમાં પોલીસે આ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવુ છે કે, આ ઘટના મોહનૂરની પાસે અનિયાપુરમમાં એક ખાનગી ATM માં બની હતી.
હકીકતમાં જોઈએ તો લોકોએ ગુરૂવારે મોડી રાતે એક ATM માંથી વિચિત્ર અવાજ સાંભળ્યો અને બાદમાં પોલીસને જાણ કરી. માહિતી મળ્યા બાદ મોહનૂર સ્ટેશન સાથે જોડાયેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી. જઈને જોયુ તો એક વ્યક્તિ ATM મશીનની ફસાયેલો હતો. પોલીસે આ ઘટના બાદ તરત આ વ્યક્તિને મશીનમાંથી બહાર કાઢ્યો અને તેની ધરપકડ કરી.