ભાવનગરમાં ભાજપ મહિલા મોરચાના બે ઉપ-પ્રમુખની તોડની એક ઓડિયો ક્લિપ સામે આવતા ખળભળાટ મચ્યો. રાજકીય અને સામાજિક રીતે સક્રિય મહિલા આગેવાનોએ પતિ-પત્ની ઘરેલુ વિવાદ ઉકેલી ત્રણ લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો.
ભાવનગરના રહીશ પિયુષ ભુંભાણીના પત્ની રિસામણે ગયા છે. આ પારિવારિક ડખો ઉકેલવા પિયુષ ભુંભાણી ભાજપના મહિલા મોરચાના બે ઉપ-પ્રમુખ કોમલ ત્રિવેદી, બીના જોશીને મળ્યાં.
આ કેસની પતાવટ માટે મહિલા આગેવાનોએ પહેલા 50,000 અને પછી અન્ય રકમ ચુકવવા કહ્યું. મહિલા આગેવાનોએ પોલીસથી લઈ ગુંડાના ઉપયોગ કરી ધમકી આપી મામલાની પતાવટ કરવાનું આશ્વાસન આપ્યું.
જો કે પિયુષ ભાઈએ 3 લાખ રૂપિયાની રકમ વધુ લાગતા ના પાડી. આ ઓડિયો ક્લિપ વાયરલ થતા જ વિવાદ વકર્યો, તો ભાજપે બંને મહિલા આગેવાનોને અનુશાસન ભંગ હેઠળ પક્ષના હોદ્દાઓ પરથી સસ્પેન્ડ કરી દીધા છે.