Wed. Dec 4th, 2024

ભીક્ષુકો અને ફૂટપાથવાસીઓને બધું જ સરકાર આપી શકે નહીં, તેમણે પણ દેશ માટે કામ કરવું જોઈએ: બમ્બે હાઈકોર્ટ

બોમ્બે હાઈ કોર્ટે  જણાવ્યું હતું કે નિરાશ્રીતો, ભીક્ષુકો અને ફૂટપાથવાસીઓને જો સરાકરી યોજના અનુસાર દેશ માટે કામ કરવા જવાનું કહેવામાં નહીં આવે અને મફત આશ્રય અને ભોજન આપવાથી તેમની આબાદી જ વધશે. તેમને બધું જ સરકાર તરફરથી પૂરૂં પાડી શકાય નહીં.

સ્વયંસેવી સંસ્થાના સ્થાપકે કરેલી જનહિત અરજીની સુનાવણીમાં દાદ મગાઈ હતી કે નિરાશ્રીતો અને શહેરી ગરીબોને દિવસમાં ત્રણ વાર પોષક ભોજન, મફત આવાસ, સ્વચ્છ જાહેર શૌચાયલ અને બાથરૂમ, મુફત પીવાનું પાણી, સાબુ અને સેનિટરી નેપકીન જેવી રાહત આપવામાં આવે.

અરજીનો નિકાલ કરીનેે હાઈ કોર્ટે જણાવ્યું હતું કેે સરકાર અને પાલિકાએ પોતાની ક્ષમતામા ંરહીને આ બાબતે યોગ્ય દિશામાં પગલાં લીધા છે આતી વધુ કોઈ નિર્દેશની જરૂર નથી. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કેે નિરાશ્રીતોની સુવિધા માટે જાહેર શૈૈચાયલોમાં નિશુલ્ક સુવિધા આપવાનો પાલિકા અને સરાકર વિચાર કરે.

કોર્ટે મૌખિક નિરીક્ષણમાં જણાવ્યું હતું કે તેમણે પણ દેશ માટે કામ કરવું જઈએ. સરકારી યોજના હેઠળ તેમના માટે પણ રોજગારની જોગવાઈ છે. બધા જ કામ કરે છે. સરકાર તેમને બધું આપી શકે નહીં અન્યથા તેમની આબાદી વધતી જશે. તમે માત્ર આવા લોકોની વસતિ વધારી રહ્ય છો. ગતસુનાવણીમાં કોર્ટે પાલિકા પાસેથી જાણવા માગ્યું હતું કે પૂરતું ભઁડોળ હોવા છતાં દરેક વોર્ડમાં આશ્રયગૃહો કેમ બાંધી શકાય નહીં?

મુંબઈ મહાપાલિકાના વકિલે શનિવારે કોર્ટમાં આસિસ્ટંટ કમિશનર (નિયોજન)ની સહી ધરાવતો દસ્તાવેજ રજૂ કર્યો હતો જેમાં પાાલિકા ઓથોરિટી તથા કેટલાંક સ્વયંસેવી સંગઠનોની મદદથી નિરાશ્રીતોને અપાયેલા ફૂડ પેકેટ અને સોનીટરી નેપકિનની વિગતો અપાઈ હતી. નિરાશ્રીતોની સમસ્યાને ઉકેલવા એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને તેમને રાહત આપવામાં આવશે.

Related Post

Verified by MonsterInsights